Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૨
જૈન સાહિત્ય સમારોહ વિષયને તે જાણે મહાકેષ – ખજાનો છે. અધ્યાત્મપરિણુત મહાયેગી દેવચંદ્રજી પણ કેવા અંતરામપરિણામી હતા. તે તેમની સ્તવનાવલીમાં પ્રહવતી સહજ સુપ્રસન્ન અધ્યાત્મધારા પરથી, અને અધ્યાત્મગીતા-દ્રવ્યપ્રકાશ આદિ તેમનાં કીર્તિકલશ સમાં ગ્રંથરનેથી સુપ્રતીત થાય છે.
આમ, ગદષ્ટિરૂપ દિવ્ય નયનથી પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી આ દિવ્ય દ્રષ્ટાઓએ પિતાના સંગીતમય દિવ્ય ધ્વનિથી આ દિવ્ય જિનમાર્ગનું આપણને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય ધવનિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંત સુધારસ-જલનિધિ એવો આ દિવ્ય નાદ અખૂટ રસવાળા અક્ષયનિધિ છે. આ ભક્ત ત્રિમૂર્તિને દિવ્ય ધ્વનિ હજુ તે ને તેવો તાજો સક જનો સાંભળે છે, અને નિરવધિ કાળ પર્યત સાંભળશે !
વહાવી છે જેણે સરસ સરિતા ભક્તિરસની, વહાવી છે ધારા અમૃતમય આત્માનુભવની; જગાવી છે જેગાનલ તણું ધૂણું જાગતી જશે, ત્રિમૂર્તિ જેગીન્દ્રો પ્રણમું જસ તિ ઝગઝગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org