Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૯૮
જૈન સાહિત્ય સમારોહ ઉપરથી સ્વાભાવિક અનુમાન થાય છે. અને તેમને પછી થેડાં વષે થયેલા તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી પણ આ પિોતાના પુરોગામી બને ભક્તરાજની જેમ ભક્તિઅમૃતરસમાં કેવી સેળે કળાએ ખીલ્યા છે ને અધ્યાત્મ-તરંગિણમાં કેવા અપૂર્વ ભાવથી ઝીલ્યા છે, એ એમની સુધાર્ષિણ સ્તવનાવલી પરથી સહજ સમજાય છે.
આ ભક્ત ત્રિમૂર્તિમાં પ્રત્યેકની શૈલી કંઈ ને કંઈ વિશિષ્ટતાવાળી છે. શ્રી આનંદધનજીનાં સ્તવમાં સહજ સ્વયંભૂ અધ્યાત્મપ્રધાન ભક્તિરસ પ્રવહે છે; અને તેની શિલી સરલ, સાદી ને સંસ્કારી તેમજ અર્થગૌરવવંતી ને આશયગંભીર છે. શ્રીમાન દેવચંદ્રજીનાં
સ્તવમાં ઉત્તમ તાત્ત્વિક ભક્તિની પ્રધાનતા છે; દ્રવ્યાનુયોગની મુખ્યતાથી પ્રભુનું શુદ્ધ તત્ત્વસ્વરૂપ વિસ્તારથી વર્ણવી, ને તેની ભક્તિના કાર્યકારણભાવની તલસ્પર્શી સૂમ મીમાંસા કરી, પ્રભુના ગુણાતિશયથી ઊપજતી પરમ પ્રીતિમય અભુત ભક્તિ અત્ર મુખ્યપણે ગાવામાં આવી છે અને તેની શિલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન ને પ્રૌઢ છતાં ઊંડા ભક્તિરસપ્રવાહવાળી પ્રતીત થાય છે. શ્રી યશોવિજયજીની સ્તવનાવલીમાં પ્રેમલક્ષણા ભક્તિ મુખ્યપણે વર્ણવી હેઈ, તે પરમ પ્રેમરસપ્રવાહથી છલકાતી છે; ને તેની શૈલી આબાલવૃદ્ધ સમજી શકે એવી અત્યંત સરલ, સાવ સાદી ને સુપ્રસન્ન છે. આ પરમ ભક્ત ત્રિમૂર્તિની કૃતિની સામાન્ય તુલના માટે એક સ્થળ દષ્ટાંત છએ તો શ્રી આનંદઘનજીની કવિતા સાકરના ઘન જેવી છે ને તેમાં સર્વત્ર અમૃત સમી મીઠાશ ભરી છે. શ્રી દેવચંદ્રજીની કવિતા શેરડીના ટુકડા જેવી છે, એટલે તેમાં મીઠાશ તો સર્વ પ્રદેશ ભરેલી જ છે, પણ તેમાં ચાવવાની મહેનત કરવી પડે તેમ છે, તે જ તેની અમૃત સમી મીઠાશની ખબર પડે. શ્રી યશોવિજ્યજીની કવિતા શેરડીના તાજા રસ જેવી છે, અને તેનું યથેચ્છ મધુર અમૃતપાન સહુ કેાઈ તકાળ સુગમતાથી કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org