Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભક્ત ત્રિમૂર્તિ આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજી
ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજી એ ત્રણે પરમાત્મદર્શનને સાક્ષાત્કાર પામેલા ભક્તશિરોમણિ મહાત્માઓ થઈ ગયા, તે તેમના પરમ ભાવોલ્લાસમય અનુભવદુગાર પરથી સ્વયં સુપ્રતીત થાય છે. “વિમલ જિન દીઠા લેયણ આજ ? “દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ”, “દીઠે સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો રે એ વચનો તેની સાક્ષી પૂરે છે. આ વિરલ વિભૂતિરૂપ મહાગીતાર્થ મહાત્માઓ વીતરાગદર્શનની અપૂર્વ પ્રભાવના કરનારા મહાજાતિધરે થઈ ગયા. આ ભક્ત ત્રિમૂર્તિએ અભુત ભક્તિરસને અને ઉત્તમ અધ્યાત્મયોગનો પ્રવાહ વહાવી જગત પર પરમ ઉપકાર કર્યો છે. મતદર્શન-આગ્રહથી પર એવા આ વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાપ્રતિભાસંપન્ન તત્વષ્ટાઓ કઈ એક સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત જગતના છે.
આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આનંદઘનજી અને યશોવિજયજી બને સમકાલીન હતા. આનંદઘનજી જેવા સંતને દર્શન-સમાગમ એ યશોવિજયજીના જીવનની એક ક્રાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતને સમાજ એવા પરમ અવધૂત જ્ઞાન-- દશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામ પુરુષને ઓળખી ન શક્યો ને આ લાભાનંદજી(આનંદઘનજી)ને યથેચ્છ લાભ ઉઠાવી. ન શક્યો. પણ શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ તેહ જ એહને જાણુંગ ભક્તા, જે તુમ સમ ગુણસયજી !” અર્થાત્ તે જ તેવાને ઓળખે, સાચો ઝવેરી જ ઝવેરાત પારખી શકે, તેમ તે સમયે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org