Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પંચમ જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ પનાલાલ ર. શાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી અખિલ ભારતીય અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતામ્બર જૈન સંઘના નિમંત્રણથી શનિવાર, તા. ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર, ૧૯૮૩ના રોજ માંડવી (કરછ) ખાતે પાંચમે જૈન સાહિત્ય સમારોહ યોજાયે હતો. આ સમારોહનું પ્રમુખસ્થાન મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડો. રમણલાલ ચી. શાહે ભાવ્યું હતું. આ સમારોહમાં જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સાહિત્ય એમ બે વિભાગીય બેઠકે રાખવામાં આવી હતી, જેના પ્રમુખસ્થાને અનુક્રમે શ્રી કીર્તિભાઈ માણેકલાલ શાહ અને વારાણસીની પાર્શ્વનાથ શોધ સંસ્થાનના ડિરેકટર ડો. સાગરમલજી જૈન હતા.
મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ પધારનાર વિદ્વાને માટે સૌરાષ્ટ્ર એકસપ્રેસમાં શ્રી અચલગચ્છ જૈન સંધ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગાંધીધામથી શુક્રવાર, તા. ૨૩, સપ્ટેમ્બરે બે બસ દ્વારા અંજાર, ભદ્રેશ્વર, નાની ખાખર, બિદડા મેટા આસંબિયા વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવી. રાત્રે સાડા દસ વાગ્યે સૌ માંડવી પહોંચ્યા હતા. શોભાયાત્રા
* શનિવાર, તા. ૨૪-૯-૮૩ ના રોજ સવારના ૮-૦ કલાકે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સુવર્ણાક્ષરે લખાયેલી કલ્પસત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org