Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ થાય તે ઇલેકિટ્રસિટી, રેડિયો, ટેલીવિઝન આદિ વૈજ્ઞાનિક શોધ અને આવિષ્કારોની જેમ, અધ્યાત્મમાર્ગનાં ઉપેક્ષિત તથ્ય પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં–અને વિશેષે કરીને નવી પેઢીને—ધર્મનું અને સંયમજીવનનું માહાય માત્ર શાસ્ત્રવચને ટાંકીને કે શાસ્ત્રીય પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય; શ્રમણોએ પિતાના જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી. વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બેલબાલામાં ઉછરેલી યુવા પેઢીને માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં વિફળ રહે છે.
એક વર્ષને ચારિત્રપર્યાય થતાં મુનિ ઉચતમ–અનુત્તર–દેવોના પ્રશમ સુખને પણ ટપી જાય છે, એવું શાસ્ત્રવચન સાંભળીને આજના બુદ્ધિજીવી માનસને સંતોષ થતો નથી; એની આગળ એ શાસ્ત્રવચનો રટચ રાખવાથી કઈ અર્થ સરતો નથી. એ તે પ્રશ્ન કરશેઃ “આજે સ્થિતિ શી છે?” ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખને કેાઈ આંકratio વર્તમાન મુનિજીવન માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોંધ લઈ, ત્યાગવગે અને સંધનાયકેએ ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિ લાવનાર યું તવ વર્તમાન મુનિજીવનમાં ખૂટે છે તે શોધી કાઢવા આત્મનિરીક્ષણ કરી, તે તત્ત્વની પૂર્તિ કઈ રીતે કરી શકાય તે અંગે સંશોધન કરવાની આ ઘડી છે.
આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહંમમપ્રેરિત ક્ષુલ્લક વાદ-વિવાદે અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડમાં એને રસ રહ્યો નથી. એનાથી એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ અધ્યાત્મિક શાંતિ માટેની પિતાની ભૂખ સંતોષવા અન્યત્ર ફાંફાં મારે છે. તે જાતે ચિત્તશુદ્ધિ અને સમતાને અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શેધે છે. તે એને આપણે આપીશું તે એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org