Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આજની આપણી આવશ્યક્તા. . . . . . ઝંખના સંતેષાશે ને એ ધર્મ માર્ગ તરફ તે સ્વયં ખેંચાશે. આત્મતત્વને સ્પર્શ કરાવી આપતી સાધના-પ્રક્રિયા પ્રાગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તે તે ઉત્સાહભેર એને અપનાવશે.
આજે આપણે સાધનામાં રહેતી ક્ષતિઓ અને જીવનવ્યવહારમાં પ્રવેશેલી અશુદ્ધિ દૂર કરી સાધનાને પ્રાયોગિક રૂપ આપી, આપણે એની સારપ જે પ્રકાશમાં લાવીશું તે આધુનિક જગતમાં એની પ્રતિષ્ઠા સ્વયં થશે. સમત્વ સાથે ધ્યાન અને કાયોત્સર્ગને જે સંબંધ છે તે પ્રયાગ વડે પ્રસ્થાપિત થાય એ આજના યુગની માંગ છે. સમભાવની વૃદ્ધિ કરાવતી સામાયિકની કે કાઉસગ્નની પ્રક્રિયા આજે આપણે બતાવી શકીશું તો આજનો અશાંતિગ્રસ્ત ત્રસ્ત માનવ એ સામાયિકધર્મને શરણે દોડ્યો આવશે; અને એવા સામાયિકધર્મની આજીવન સાધનામાં રત સાધુસંસ્થા પ્રત્યે અને જૈન સાધના પ્રત્યેક હૃદયમાં અનેરો આદર જામશે.
ધ્યાનાદિ અંતરંગ સાધનામાં રૂચિ ધરાવતા ગૃહસ્થ અને ત્યાગી સાધકે એકત્ર મળી, એકાંત સ્થાનમાં મહિને બે મહિના કે છ-બાર મહિના સાધનાને પ્રયોગ કરી શકે એવાં કેન્દ્રો ઊભાં થાય, તો સંઘમાંથી લુપ્ત થઈ રહેલી એ સાધનાને પુનરુદ્ધાર થઈ શકે; અને તેના પરિણામે સંઘમાં અધ્યામિક ખમીર અને ઓજસ પ્રગટે અને દીક્ષા પર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિને અનુભવ શ્રમણુસંધમાં પુનઃ જોવા મળે.
એટલે શ્રી જિનશાસનનાં અભ્યદય, રક્ષા અને પ્રભાવનાની દૃષ્ટિએ તેમજ વ્યક્તિગત સાધનાની દૃષ્ટિએ પણ ઉત્તમ, યકર, ફળદાયી અને નિરાપદ માર્ગ એ છે કે ભગવાને સ્વયં આચરેલી અને જૈન સંધને બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને – જેનાથી સમત્વને લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય એવી સામાયિકની કે કાઉસગની સાધના-પ્રક્રિયાને–પ્રાયોગિક ધોરણે પ્રતિષ્ઠિત કરી, સંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org