Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ છે. જૈન દર્શનનો પણ અભ્યાસ એ રીતે થતો હતો. ખરું જોતાં, જેમ કોઈ પણ દર્શન તેમ જૈન દર્શનનો અભ્યાસ પણ અન્ય દશનેના પરિપ્રેક્ષ્યમાં થવો જોઈએ, કારણ કે કોઈ પણ દર્શન શૂન્યમાંથી પ્રગટ થતું નથી. દર્શનને અભ્યાસ કરતી વેળા કયા ક્રમમાં તેને વિકાસ થયો તે પણ જેવું–તપાસવું જોઈએ. એ ખરું કે એકને જાણે છે તે સર્વને જાણે છે. આત્માને જાણે છે તે પરમાત્માને જાણે છે. લેભ, મેહ, માયા ઇત્યાદિ કષાયો પૈકી કોઈ એક કષાયને અભ્યાસ કરો તે બીજા કષાયોને ખ્યાલ આવે. જૈન આગમોને ઈતિહાસના સંદર્ભમાં જેવાં ઘટે.” આત્મા શુ છે?
સાગરમલ જેને વધુમાં કહ્યું હતું: “ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે “આત્મા શું છે?” ભગવાન મહાવીરે જવાબ આપ્યો કે “આમા સામાયિક છે. આત્માનું લક્ષ્ય સામાયિકને પ્રાપ્ત કરવાનું છે” આજની વિજ્ઞાનની દષ્ટિથી જોઈએ તો આત્મા શું છે? આત્મા સ્વતંત્ર વસ્તુ છે. આપણે જે કંઈ છીએ તે જડચેતનને સંગરૂપ છીએ. એ એક વિશિષ્ટ અવસ્થા છે. ચેતના શું છે? જે “મની'(પસા)ની પરિભાષા છે કે “મની ઈઝ વૉટ મની ડઝ.” તેમ ચેતનાનું લક્ષણ એ છે કે એ જે કરે છે તે જ એનું લક્ષણ છે– કોલ્યુસનેસ ઈઝ વોટ કાશ્યસનેસ ડઝ. દરેક વસ્તુ સમતુલન પ્રાપ્ત કરવા ઇચ્છે છે. મન શું કરે છે? મન તેનાથી મુક્ત રહીને શાંતિ તરફ જવા ઈચ્છે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય એ ચેતનાનાં લક્ષણ છે. સમ્યક જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર્ય દ્વારા ચેતનેનું સમતુલન જળવાઈ રહેવું જોઈએ નેત્ર છે તો વસ્તુનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. પદાર્થનું સ્વરૂપ જોતાં ઠેષનો વિક્ષેપ આવે તો સમતુલા ડગી જાય. આથી દષ્ટિ સંપૂર્ણપણે અથવા અશેષપણે રાગદ્વેષવિવર્જિત એવી નિર્મળ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org