Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- ૫૮
જૈન સાહિત્ય સમારોહ ગ્રંથસ્થ થયેલા સંશોધનલેખે અમૂલ્ય છે. સંસ્થાના હીરક મહેત્સવ નિમિત્તે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કલા, ઈતિહાસ, સ્થાપત્ય, શિલ્પ, પત્રકારત્વ આદિ વિવિધ પાસાઓનું નિયમિત પરિમાર્જન-પરિશીલન થાય એવી પ્રવૃત્તિ હાથ ધરવાનું મેં સૂચન કર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૭૭માં મુંબઈ ખાતે પ્રથમ જૈન સાહિત્ય સમારોહનું આયોજન કર્યું. ત્યારબાદ દ્વિતીય અને તૃતીય જૈન સાહિત્ય સમારોહ અનુક્રમે મહુવા અને સુરતમાં યોજાયા હતા. આજે શ્રી મહાવીર જૈન ચારિત્ર કયાણ રત્નાશ્રમના હીરક મહોત્સવની શુભ શરૂઆત આ સંસ્થાના નિમંત્રણથી ચતુર્થ જૈન સાહિત્ય સમારોહથી. થાય છે એ આનંદની વાત છે.” સંકુચિતતા અને સાંપ્રદાયિક અભિનિવેશથી પર
ડે. રમણભાઈએ જૈન સાહિત્યનું પરિશીલન કઈ સાંપ્રદાયિક અભિનિવેશથી કે સંકુચિતતાથી નથી થતું એવી સ્પષ્ટતા કરતાં કહ્યું : “જૈનોમાં જાતિ, લિંગ અને વર્ણ ભેદ નથી. જેનોના બધાય તીર્થ કરો ક્ષત્રિયો હતા. ગૌતમસ્વામી ગણધર, સ્વયંભૂસરિ, સિદ્ધસેન દિવાકર, આચાર્ય હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણ હતા. મેતારજ મુનિ શદ્ર વર્ણના હતા. વર્તમાન પરંપરામાં આ આશ્રમના સ્થાપક પૂ. શ્રી ચારિત્રવિજયજી મહારાજ બુંદેલખંડના બ્રાહ્મણ હતા. મહારાજ કુમારપાળ પોતે ક્ષત્રિય હતા અને જૈન ધર્મ સ્વીકાર્યા બાદ એમણે ઘણું પ્રવૃત્તિઓ કરી. એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને મહારાજા કુમારપાળે પૂછયું: “પરમાર્હત્ કહેવાઉં કે નહિ ?” એના પ્રત્યુત્તરમાં હેમચંદ્રાચાયે કહ્યું : “તમે શ્રાવક ખરા, પરંતુ મહાશ્રાવકની કેટિએ હજુ પહોંચ્યા નથી. તમારી પ્રવૃત્તિનું ફલક જેનો પૂરતું મર્યાદિત છે. તમારી અનુકંપ: સમગ્ર માનવજાત અને પ્રાણુમાત્ર તરફ વળશે ત્યારે તમે પરમાર્વતની કટિએ પહેાંચશે. આપણે જાણીએ છીએ કે મહારાજા કુમારપાળની પ્રવૃત્તિઓ જૈન-જૈનેતર સમાજ અને પ્રાણીમાત્ર તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org