Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ પ્રાચીન ભાષા અને આગમ ગ્રંથોના સંપાદન-સંશોધનમાં પરમપૂજ્ય. શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. બેયરસ્ટાસ અને પ્રાકૃત ભાષાના ક્ષેત્રમાં પં. હરગોવિંદદાસના પ્રદાનને મહત્વનું ગણાવ્યું હતું. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈકૃત “જૈન ગુર્જર કવિઓ' અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ' દ્વારા આ ક્ષેત્રની દિશા વિસ્તારી હેવાનું જણાવીને શ્રીમદ્ રાજચંદ્ર અને પૂ. કાનજીસ્વામીની સાધના, તેમજ તેરાપંથનાં થયેલાં રૂપાંતરને એમણે આ સદીની મહત્વની ઘટના ગણાવી હતી. અસ્તિત્વમાં આવેલાં નવાં તીર્થોની યાદી આપીને ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દી, શ્રવણબેલગોલા ખાતે ગમટેશ્વર બાહુબલીની પ્રતિમાને મહામતિષ્ઠાભિષેક અને દિગમ્બર આાયની સંસ્થા સ્વીકાદ્ મહાવિદ્યાલયની મહત્ત્વપૂર્ણ કામગીરીની તેઓએ વિશદ છણાવટ કરી હતી.
કાલેક અને કાળગણના - રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુરના એસેસિયેટ પ્રાધ્યાપક ડે. નરેન્દ્ર ભાનાવતે “નૈન ન હિ ઐૌર #lી મજધાર ” એ વિષય પર રજૂ કરેલા અભ્યાસલેખમાં જણાવ્યું હતું કે, જૈન દર્શન વિશ્વને અનાદિ-અનંત માને છે. ભગવતીસૂત્ર(સૂત્ર ૫-૯-૨૨૫)માં વિશ્વ માટે “લોક” શબ્દનો પ્રયોગ થયો છે એમ જણાવીને જે દેખાય. છે તે “લેક એવી વ્યાખ્યા આપી હતી. દિશાની વાત કરતાં એમણે લકાકાશ અને અલકાકાશનો ભેદ સમજાવીને આકાશ કવ્યદૃષ્ટિએ અખંડ, ક્ષેત્રની દૃષ્ટિએ અનંત અને અસમ, કાળની અપેક્ષાએ. અનાદિ-અનંત અને સ્વરૂપને દૃષ્ટિએ અમૂર્ત હેવાનું જણાવ્યું હતું. - કાળની સૂક્ષ્મતાતિસૂમ ગણતરી અંગે ડે, ભાનાવતે (૧) અવિ. ભાજ્ય કાળ–એક સેકન્ડના ૫,૭૦૦ મા ભાગથી પણ અ૮૫થી લઈને ચેર્યાશી લાખ પૂર્વાગ (ચર્યાશી લાખ વર્ષ = એક પૂર્વાગ) સુધીની કાળગણનાને ખ્યાલ આપ્યા હતા. જૈન દર્શનમાં ઉત્સર્પિણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org