Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જેન સાહિત્ય સમારોહ લેખકની અધ્યયનવૃત્તિને ખીલવવી જોઈએ અને અલગ અલગ મહત્ત્વ પૂર્ણ લેખકના વ્યક્તિ-કેશના પ્રકાશનનું કાર્ય હાથ ધરવું જોઈએ. આ માટે આંદોલન પ્રેરક માનસને બદલે સમૂહ માનસના વિકાસ તરફ લક્ષ આપવું જોઈએ અને બાળ સાહિત્ય. કિશોર સાહિત્ય, પાઠક્યપુસ્તક આદિ સાહિત્યના પ્રકાશનની મહત્વપૂર્ણ દિશામાં કામ કરવું જોઈએ.” જૈન ગુર્જર સાહિત્ય: અમૂલ્ય સંદર્ભ સાધન - પ્રા. જયંત કોઠારીએ જૈન ગુર્જર સાહિત્યનું અમૂલ્ય સંદર્ભ.. સાધન’ના નિબંધમાં જણાવ્યું હતું કે “ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજ.. રાતી સાહિત્યના કેશનું કામ કરે છે. ઈ. સ. ૧૮૫૦ સુધીની કૃતિઓ અને કર્તાઓમાં મોટા ભાગની કૃતિઓ અને કર્તાએ જૈન છે. એ માટે અમે “જૈન ગુર્જર કવિઓ (ત્રણ ભાગમાં)ને મુખ્ય આધાર લીધો છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ કરેલું કામ પ્રચંડ અને અદ્ભુત છે. એકલે હાથે આવું મહાભારત કામ થઈ શકે એની આજે કલ્પના આવવી મુશ્કેલ છે.”
આ કાર્ય, સામગ્રી અને પદ્ધતિની દષ્ટિએ ઘણું મહત્વ છે. એમ જણાવી પ્રા. જયંત કોઠારીએ કહ્યું: “વ્યવસાયે વકીલાતના ધંધામાં વ્યસ્ત એવા એમણે વૈજ્ઞાનિક પદ્ધતિએ કામ કર્યું એ સામે મારું મસ્તક નમે છે. આમ તો એ હસ્તપ્રતોની યાદી છે. એમાં કૃતિના આરભ અને અંત, મંગલાચરણ અને પ્રશસ્તિ આપવાથી કૃતિ સમય, ગુરુપરંપરા, કર્તા વગેરે ઐતિહાસિક બાબતો નક્કી કરવામાં સરળતા રહે છે. આ બધાંમાં અગત્યની બાબત એ છે કે સતત જાગૃતિથી એમણે નવી માહિતી ઉમેરી છે અને અર્થસંઘટનના આધારે સતત સુધારા કર્યા છે. તદુપરાંત એમણે જે સૂચિઓ આપી છે, એવી સૂચિઓ આજ સુધી મેં ગુજરાતી ગ્રંથમાં ક્યાંય જોઈ નથી. ૪૦૦૧ પૂછોના આ ગ્રંથમાં ૨૨૬ પૃષ્ઠો સચિનાં છે. એમાં કર્તાસચિ, કૃતિસૂચિ, વર્ગીકૃત સુચિ, જેમ કે રાસાઓ, લોકકથાઓ વગેરેની સચિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org