Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૯
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ વિસ્તરી હતી અને એમણે પરમાતુ નું બિરુદ સાર્થક કર્યું હતું. વસ્તુપાળ અને તેજપાળે પણ મુસ્લિમોને માટે મજિદ બંધાવી હતી, એ પણ આપણે જાણીએ છીએ. ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં આ રીતે જોઈએ તો જૈનાને અભિગમ સાંપ્રદાયિક અભિનિવેશ અને સંકુચિતતાથી પર છે.” જૈન સાહિત્ય સમારેહની પણ આવી જ ભૂમિકા. છે, એમ એમણે ઉમેર્યું હતું. જૈન સાહિત્યના વિકાસને યુગ
જૈન સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન કરતાં શ્રી શ્રેણિકભાઈએ કહ્યું: “હેલાં સો-સવાસો વર્ષોમાં, એમાંય ખાસ કરીને સ્વાતંત્ર્યોત્તર, કાળમાં સંશોધન-પ્રકાશનક્ષેત્રે થયેલી કામગીરીને જૈન સાહિત્યના વિકાસ યુગ તરીકે ઓળખાવી શકાય. આપણું સુરક્ષિત જ્ઞાનભંડારાના. કારણે એ બધું થઈ શકયું છે. જૈન સાહિત્યનું જે પ્રકાશન થયું છે અને જ્ઞાનભંડારોમાં ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના જે અમુદ્રિત. ગ્રંથે જળવાયા છે એનું મૂલ્ય આપણે મન ઘણું મોટું છે અને ભારતીય વિદ્યાનું અવિભાજ્ય અંગ છે; એના અધ્યયન વિના ભારતીય, વિદ્યાનું અધ્યયન અધૂરું રહે છે. વળી એ હકીકત આપણને ગૌરવ. અપાવે એવી છે કે પીએચ. ડી. કે. ડી. લિટ.ને ઉચ્ચ અભ્યાસના મહાનિબંધ માટે જૈન સાહિત્યને જૈનેતર વિદ્યાથીઓ પણ પસંદ. કરે છે અને તે પણ સારી સંખ્યામાં. આ બધું છતાં એક દુઃખદ. બિને એ પણ છે કે ભારતીય વિદ્યાના અદયન માટે જેમ સંખ્યા ઓછી થતી જાય છે તેમ જૈન સાહિત્યના સંશોધન, અભ્યાસ અને અધ્યાપન માટે પણ ઉત્તરોત્તર સંખ્યા ઘટતી જાય છે. પરિણામે વિશ્વવિદ્યાલયની જૈન ચેર માટે અધ્યાપક વર્ગ મેળવવાનું કામ કપરું, બનતું જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org