Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ -બાળકના ધાર્મિક શિક્ષણ અંગે વિચારણા
' ભાવનગર યુનિવર્સિટીના કપલપતિ, અતિથિવિશેષ શ્રી -ઇન્દુભાઈ ધ્રુવે કહ્યું: “ભાવનગરમાં જૈન દર્શનના અભ્યાસની સુવિધાઓ અને યોગ્ય વાતાવરણ છે. ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા અને શ્રી યશોવિજયજી જેમ ગ્રંથમાળા આદિ સંસ્થા પાસે અમૂલ્ય હસ્તપ્રત છે અને સંશોધનદષ્ટિ સાથે એ સંસ્થાઓએ જેના સાહિત્યનું પ્રકાશન પણ કર્યું છે. ભાવનગરમાં યુનિવર્સિટીની સ્થાપના માટેની ભૂચિકામાં આ પણ એક ભૂમિકા છે. પરંતુ આજે બાળકમાં ધાર્મિક શિક્ષણ અને તેમના ઊભી થાય, એ તરફ અભિરુચિ થાય, એવી વ્યવસ્થા વિચારવા જોઈએ.” સંશાધનપ્રવૃત્તિને વેગ આપવાની જરૂર
- અતિથિવિશેષ શ્રી જે. આર. શાહ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. એમના સંદેશામાં એમણે જણાવ્યું હતું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલયન જૈન સાહિત્ય સમારોહનું આયોજન પાછળ સાહિત્યિક દૃષ્ટિકે છે. ક્યાંય સંપ્રદાયના પ્રચાર કે પ્રસારનું દષ્ટિબિંદુ નથી. જેના દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. અગાઉના ત્રણેય જૈન સાહિત્ય સમારોહમાં વિદ્વાનોએ રજુ કરેલ નિબંધો તેનું સમર્થન કરે છે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અખૂટ અને
અમૂલ્ય છે. તેમાં સંશોધનને માટે વિપુલ સામગ્રી મળે છે જે ભારતીય - સાહિત્ય અને સંસ્કૃતિને સમૃદ્ધ કરે તેમ છે. આવા સાહિત્ય સમારોડથી પ્રેરાઈને જ્ઞાનભંડારની અઢળક સામગ્રીને ઉપગ સંપાદન-સંશોધન પ્રવૃત્તિને વેગ આપવામાં થશે તે જૈન સાહિત્ય સમારેહની યથાર્થતા પુરવાર થશે.” પંચમ જન સાહિત્ય સમારોહ માટે નિમંત્રણ
શ્રી અખિલ ભારત અચલગચછ (વિધિ પક્ષ) શ્વેતામ્બર જૈન સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org