Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ ઉદ્દઘાટન માટે વિનંતી અને અભિવાદન
શ્રી દામજીભાઈ ભેદાએ સમારોહનું ઉદ્દઘાટન કરવાની વિનંતી કરતાં શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈએ દીપ પ્રગટાવી સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રમુખશ્રી અને અતિથિવિશેષ તેમજ જૈન સાહિત્ય સમારોહના મંત્રીઓનું ચંદનહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. માનવજાત માટેની સંજીવની
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરિ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શકવાથી એમણે મેકલેલા સંદેશાનું વાંચન ડે. કુમારપાળ દેસાઈએ કર્યું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયયદેવસૂરિએ લખ્યું હતું : “સાહિત્ય એ માનવજાત માટેની સંજીવની છે; જીવનનું પરમ અમૃત અને તૃતિ છે. જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને આનંદનો ખપ હેય તે સમ્યફ જ્ઞાનની મંદાકિનીમાં સતત સ્નાન કરી નિર્મળ અને પાવન થતા રહે. સત સાહિત્ય એ જ્ઞાન છે. જ્ઞાન એ અદ્ભુત પ્રકાશ છે. એ સમગ્ર જીવનને સર્વાગી રીતે અજવાળે એવો આ પ્રકાશ માનવજીવન સિવાય કયાંય ક્યારેય મળે તેમ નથી. માટે આ પ્રકાશનું હૃદયથી સ્વાગત કરે.” જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા
જૈન સાહિત્ય સમારોહના મંત્રી ડો. રમણલાલ ચી. શાહે સમારોહના ઉદ્દઘાટક તેમજ સમારોહના અને વિભાગીય બેઠકેના પ્રસુખશ્રીને પરિચથ આપ્યા બાદ જૈન સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં કહ્યું : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. એ સાથે સાહિત્ય અને આગમ પ્રકાશનની પ્રવૃત્તિ પણ કરે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો પૈકી આચાર્ય શ્રી વિજયવલભસૂરિ મારક ગ્રંથ, રક્ત અને સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org