Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ (શાહપોર) તથા જૈનાનંદ પુસ્તકાલય અને જ્ઞાનમંદિર (પીપુરા)ની મુલાકાત બાદ “સમૃદ્ધિ(નાનપરા)માં સમારેહની ત્રીજી બેઠક શ્રી અગરચંદજી નાહટાના અધ્યક્ષપદે મળી હતી. પરિસંવાદને વિષય હતા જૈન સાહિત્ય.”
આરંભમાં શ્રી ચીમનલાલ એમ. શાહે (“કલાધર) જૈન દર્શનમાં સ્વાદુવાદી વિશે તથા પ્રો. કુમારી ઉ૫લા મોદીએ “ઈશ્વર વિશે જૈન દર્શન” એ વિશે પોતાના નિબંધે વાંચ્યા હતા. પ્ર. ઉ૫લા મેદીએ વેદાંત, શાંકર અને પાતંજલ દર્શનનો ઈશ્વરના સંદર્ભમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યા પછી જૈન દર્શન ઈશ્વરસંદર્ભે અન્ય સર્વ દર્શનેથી કઈ રીતે જુદું પડે છે તે વિસ્તારથી કહ્યું હતું તેમના વક્તવ્યનો સાર એ હતો કે આ જગત એ ઈશ્વરની રચના નથી. ઈશ્વરમાં જે ગુણોનું આરોપણ થાય છે તે ગુણે પણ તક આગળ ટકી શક્તા નથી. શાંકર મત પણ ટકી શકે એવો નથી. જગતની વ્યવસ્થા ચલાવવા માટે એક કે અનેક ઈશ્વરના અસ્તિત્વની જરૂર નથી. વક્તાએ ઈશ્વર સંબંધમાં જૈનશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનાર્હ લેખાવ્યા હતા. તેમણે કહ્યું હતું : “જૈન દર્શન પ્રમાણે મુક્ત જીવ એ જ ઈશ્વર છે. તીર્થકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઈશ્વર છે.” જૈન સાહિત્યની વિશિષ્ટતાઓ
શ્રી અગરચંદ નાહટાએ પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં કહ્યું હતું : “છેલ્લાં બાવન વર્ષથી જૈન સાહિત્યના સમુદ્રનું મંથન કરતો આવ્યો છું. તેમ કરતાં મને પ્રતીત ક્યું છે, કે જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે અને વૈવિધ્યપૂર્ણ છે. જૈન સાહિત્ય વિશે લોકોની જાણકારી ઘણું ઓછી છે. જૈન ધર્મની જૈન સાહિત્ય ઉપર પ્રગાઢ અસર છે. જૈન સાહિત્યને આરંભ જૈન તીર્થકરોની વાણુથી થયો છે. તીર્થકરોએ પોતાની વાણુને પ્રચાર લેાકભાષામાં કર્યો હતો અને તેથી જેન સાહિત્ય એ લેકમેગ્ય સાહિત્ય છે. સંસ્કૃત, પ્રાકૃત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org