Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ0
જૈન સાહિત્ય સમારોહ અપભ્રંશમાં લખાયેલું જૈન સાહિત્ય જીવંત સાહિત્ય છે. તેનામાં પ્રજાને પ્રેરણા આપવાની શક્તિ છે. તે સંતસાહિત્યનું નિર્માણ છે અને તેથી મનુષ્યને જીવનનું ઉત્થાન કરવાનું તેમાં સામર્થ્ય છે. .
જૈન સાહિત્યની વિશેષતા તેની કથાઓ, કહેવતો અને મહાવરાઓમાં વરતાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો પહેલાં ક્યાસાહિત્ય અને પછી અતિહાસિક સાહિત્ય પ્રગટ થયું.” કણ કણ આચાર્યો થઈ ગયા અને તે દરેકનું શું શું અર્પણ છે તે સર્વ સંક્ષેપમાં કહ્યા પછી શ્રી અગરચંદ નાહટાએ જૈન સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે કેટલાક ગ્રંથેના દાખલા આપીને દર્શાવી હતી. શ્રી નાહટાએ સુરતમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં લેવાનું જણાવીને તેને સંશોધનાથે ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતે. કરવા જેવાં કેટલાંક કામ
શ્રી અગરચંદજી નાહટાના વ્યાખ્યાન પછી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ (અમદાવાદ) જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધન માટે કરવા જેવાં કેટલાંક કામ સૂચવ્યાં હતાં. જેમ કે, તેમણે કહ્યું : શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કરેલો માહિતીસભર જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઇતિહાસ, જે હાલ અનુપલબ્ધ છે તે જરૂરી સુધારાવધારા સાથે અથવા મૂળ રૂપે ફરી છપાવવું જોઈએ. તે જ પ્રમાણે જૈન ગુર્જર કવિઓ'ના ચાર ખંડમાં ત્રણ ખડાનું પુનર્મુદ્રણ થવું જોઈએ. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ સ ખ્યાબંધ ગ્રંથમાં સંપાદકીય નિવેદને તથા પ્રસ્તાવનારૂપ કરેલાં લખાણે. તેમ તેમના સ્વતંત્ર લેખ ગ્રંથસ્થ કરવાં ઘટે. વિદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-સંશોધન અંગે થયેલા કામની તથા આપણા દેશમાં વિદ્વાનોએ આ દિશામાં કરેલા કામની માહિતી ગ્રંથસ્થ કરવી જોઈએ. પ્રાકૃત ભાષાને અભ્યાસ શ્રમણ વર્ગમાં ઘટી રહ્યો છે. પ્રાકૃત તથા અર્ધમાગધી ભાષાને અભ્યાસ આગળ વધે તે માટે કશીક વ્યવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org