Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬
જૈન સાહત્ય સમારોહ
સમી ‘બૃત્યુદ્ કથા', તેનું સૌથી જૂનું વર્ણન વસુદેવર્ષિ'ડી,' ભેજનું ‘સરસ્વતી કઠામરણ', ‘ગાથા સપ્તશતી', વાપન ભટ્ટકૃત મૃત્ કથામ જરી,” બૃહદ્કથાનાં ઉપલબ્ધ ત્રણ રૂપાંતરા, ભારતીય કથાસાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન લેખાતા કથાસાહિત્યને અમર ગ્રંથ ‘પંચત ંત્ર' ( જે ઈ. સ. ૧૦૦ અને ૫૦૦ ની વચ્ચે કારેક લખાયેલે પણ જે મૂળ સ્વરૂપે તેા લુપ્ત થઈ ચૂકયો છે ), એના નૂતન સ`વિધાનરૂપ ગ્રંથ પચતંત્ર રિકન્સ્ટ્રક્ટેડ'' તેની અત્યારે પ્રાપ્ત થતી જુદી જુદી પાઠયપરપરા જેમ કે દક્ષિણ ભારતીય પંચતંત્ર', તેપાલી પોંચતંત્ર', પશ્ચિમ ભારતીય પહેંચતંત્ર' (એ નિશ્ચિત રીતે જૈન કૃતિ છે) વગેરે અનેક ગ્રંથાની કયાંક વિસ્તારથી તા કાંક સ ંક્ષેપમાં વાત કરી, જૈન કથાસાહિત્યની અદ્દભુત સમૃદ્ધિતે ચિતાર આપ્યા હતા.
પ્રાચીન કાળમાં પણ સશેાધન થયું હતું તેને ખ્યાલ વક્તાએ પ્’ચાખ્યાન ઉદ્ધાર’, ‘પિશલના પ્રાકૃત વ્યાકરણ'ના હિન્દી અનુવાદમાંની હેમચંદ્રની ટીકા વગેરેની વાત કરી ભારતીય કથાસાહિત્યમાં જૈન સાહિત્યનું કેવું મહત્ત્વનું સ્થાન હતું તે દર્શાવ્યું હતું. વક્તાએ તે પછી જૈનાના સમૃદ્ધ ગ્રંથભડારેની વાત કરી દ્ર મહાલયમાંની એક પૂતળી નાયિકા ‘કપૂરમ જરી'ના ઉલ્લેખ ચોક્કસ ગ્રંથસ'દ'માં કર્યાં. પછી જૈન સાહિત્ય ભારતીય સાહિત્યનું કેવું અવિનાભાવિ અંગ છે તે દર્શાવ્યું હતું.
નિષ્ઠ વાંચન
શ્રી અગરચંદ નાહટાએ ‘ભારતીય સાહિત્યકે જૈન સાહિત્યકી દેન' એ નિબંધનું સારતત્ત્વ રજૂ કર્યું હતું. તેમણે એ નિબધમાં જૈન સાહિત્યનું મહત્ત્વ, કયા એવા ગ્રન્થ છે જે જૈન સાહિત્યમાં જ પ્રાપ્ત થાય છે, જૈન સાહિત્યમાં ઇતિહાસવિષયમાં શું શું થયું છે અને હવે શું શું કરવું ટે, એમ વિવિધ મુદ્દાઓની છણાવટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org