Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ સ્વાગત
શ્રી અમર જરીવાળાના સ્વાગત પ્રવચનમાં બે વાત ધ્યાનાહ હતી, જેમ કે ધર્મસહિષ્ણુતાને કારણે સુરતમાં સારી એવી સંખ્યામાં ખ્રિસ્તી દેવળો છે, પારસી અગિયારીઓ છે, સુવિખ્યાત મસ્જિદ છે અને હિન્દુ દેવસ્થાને છે. શહેરમાં ૮૦ ઉપરાંત જૈન મંદિરે છે. શહેરના જ્ઞાનભંડારોમાં હજારો હસ્તલિખિત પ્રતો જળવાઈ રહી છે. દુર્ગારામ મહેતાજી, નવલરામ પંડયા, નંદશંકર મહેતા અને કવિ નર્મદ તથા પંડિત પરંપરાના મહા વિદ્વાન છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમજ અન્ય અનેક વિદ્વાન સાહિત્યકારોને કારણે સુરત સાહિત્યના નકશા ઉપર ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સને ૧૯૫૪માં શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટ સ્થપાયું હતું. ટ્રસ્ટ દ્વારા શત્રુંજય તીર્થમાં એક વિશાળ ધર્મશાળા ખરીદવામાં આવી હતી. ૧૯૭૧માં તેના ચગાનમાં તેના એક ભાગરૂપે એક નવી ધર્મશાળા બંધાવવામાં આવી હતી. સમારોહની ભૂમિકા
જૈન સાહિત્ય સમારોહના મંત્રી અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તથા વિદ્વાન સાહિત્યકાર છે. રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવી હતી. તેમણે કહ્યું હતું : “પ્રથમ સમારોહ મુંબઈમાં, દ્વિતીય મહુવામાં અને તૃતીય સુરતમાં, એમ દર બે વર્ષે જુદી જુદી જગ્યાએ યોજાતો રહ્યો છે. આ જૈન સાહિત્ય સમારોહ પાછળ કઈ સંકુચિત કે સાંપ્રદાયિક દષ્ટિ નથી. આમે ય જૈન દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. વર્ણાશ્રમ વગેરેમાં કશો ભેદભાવ નથી. કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. જેનેતર કામમાં પણ પોતાની દાનપ્રવૃત્તિ વિસ્તારીને તેઓ મહાશ્રાવકની કેટિએ પહોંચ્યા હતા. આ સમારોહ પિતાને સ્વતંત્ર આકાર ધારણ કરી શકે એ માટે હાલ તેનું કોઈ બંધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org