Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ કૃષ્ણવીર દીક્ષિત તા. ૧૯, ૨૦ અને ૨૧ મી ડિસેમ્બર ૧૮૮૦, આ ત્રણ દિવસ સુરતમાં શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટના રજત જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ટ્રસ્ટના ઉપક્રમે અને આપણા એક સમર્થ અને સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ, ભાષાશાસ્ત્રી તથા વિદ્વાન સંશોધક ડો. ભોગીલાલ સાંડેસરાના પ્રમુખપદે તૃતીય જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો.
તા. ૧૯મીએ સાંજે ૬-૩૦ વાગ્યે ગાંધી સ્મૃતિ ભવન (નાન પરા-સુરત)માં મુંબઈ, અમદાવાદ, વડોદરા, રાજકેટ, ભાવનગર, પાટણ તથા અન્ય સ્થળોએથી સારી એવી સંખ્યામાં આવેલા પ્રતિનિધિઓ, સુરત શહેરમાં વસતા અગ્રણું સાહિત્યકારો અને પ્રજાના સાહિત્યિરસિક વર્ગની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કે. એસ. શાસ્ત્રીને હસ્ત સમારોહનું ઉદ્દઘાટન થયું હતું. પરિષદને અભ - પરિષદને આરંભ શ્રીમતી રમાબહેન ઝવેરીની પ્રાર્થનાથી થયો હતા. શ્રી ભાગભાઈ લાકડાવાળાએ શુભેચ્છા સંદેશાઓ વાંચ્યા પછી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાળા તથા જૈન સાહિત્ય સમારોહના મંત્રી શ્રી અમર જરીવાળાએ સહુનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org