Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૪
જૈન સાહિત્ય સમારોહ હજાર પુસ્તક ધરાવતું તેનું ગ્રંથાલય છે. સમાજના કઈ પણ ગ્રેજ્યએટ ભાઈ-બહેન જૈન સાહિત્ય કે તત્ત્વજ્ઞાનમાં પીએચ. ડી.ને કે એમ.એ.ને અભ્યાસ કરવા તૈયાર હોય તે તેને આકર્ષક સહાય કરવા મહાવીર જૈન વિદ્યાલય તૈયાર છે. જ્ઞાનોપાસક કોઈને પણ સહકાર અને સહાય આપવા વિદ્યાલય તૈયાર છે.” જૈન ધર્મ અને અહિંસા - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા ડો. ગુણવંતભાઈ શાહે કહ્યું: “જૈન ધર્મ પ્રત્યે મને ખાસ આકર્ષણ એ કારણસર છે કે એ ધમે અહિંસાને કેન્દ્રીય સ્વીકૃતિ આપી છે. અહિંસાને હવે કેવળ આદર્શરૂપે રાખવી પોસાય એમ નથી. તેને સ્થૂલ કક્ષાએ પણ આચરવી રહેશે." સાઈબીરિયાનાં ઘાસનાં વિશાળ મેદાનમાં વિચરતી ખાસ જાતની કડીઓ હણવા ઉપર મુકાયેલા પ્રતિબંધને ઉલ્લેખ કરી મનુષ્ય નામનું પ્રાણી સ્વાર્થથી પ્રેરાઈને
કોલેજ” પર્યાવરણને વિક્ષિપ્ત કરે છે તે આજના વિજ્ઞાનયુગના એક અનિષ્ટ પ્રત્યે ધ્યાન ખેંચીને તેમણે ભગવાન તથાગતનું દષ્ટાંત રજૂ ક્યું હતું અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં “અવેરનેસનો મહિમા કર્યો હતો. તેમણે વિશ્વ આજે જ્યારે ફેટક પરિસ્થિતિમાં મુકાઘેલું છે ત્યારે અહિંસાને વ્યવહારુ સ્તર ઉપર લાવવાનો પ્રયાસ કરવાને અનુરોધ કર્યો હતે.
પ્રા. સૂર્યકાન્ત શાહે જૈન સાહિત્યની બે લાક્ષણિકતા – એક ધ્યેયલક્ષિતા અને બીજી ગાંભીર્ય પ્રત્યે ધ્યાન ખેંચીને તે સાહિત્યની સ્વરૂપગત અને વિષયગત પરિવર્તનશીલતાને નિર્દેશ કર્યો હતો. અઢી હજાર વર્ષ પૂર્વેને સોક્રેટિસ અને તેના શિષ્ય સાથેના સવાદની સાથે શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ (બ્રાહ્મણ હતા) વચ્ચેના સંવાદોની તુલના કરતાં પ્રો. શાહે સેક્રેટિસના સંવાદને સામાજિક, જ્યારે મહાવીરના સંવાદોને અશ્વર્યપૂર્ણ લેખવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org