Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૩૫ તેમણે જૈન સાહિત્યની સ્વયં શિસ્તને પ્રશંસી હતી, અને જૈન સાહિત્ય સમગ્ર સમાજને ઉપકારક બની રહે એવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી. ધંરિષદનું ઉદઘાટન - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ શાસ્ત્રીએ પરિષદનું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું : “વિદ્યાર્થી અવસ્થાથી જૈન સાહિત્ય અને જૈન સમાજનો મને અનુભવ થતો રહ્યો છે. પર્યટન ગોઠવ્યું હોય અને જૈન તીર્થસ્થાનોમાં જવાનું હોય તે મુશ્કેલી ન વડે. સગવડ જે જૈન સમાજના શાણપણનું અંગ છે તેને લાભ મળે જ મળે. ક્યારેક વિચાર આવે છે કે તપ જે સ્થળે કેન્દ્રસ્થાને હેય ત્યાં સગવડ પણ હોય તે વિરોધાત્મક પરિસ્થિતિ ન લેખાય ? તપને અગવડ, મુશ્કેલી કે હાડમારીના સંદર્ભમાં પણ સમજવામાં આવે છે. ભજન હોય અને તંદુરસ્તી પણ હોય છતાં ભોજન ન કરવું તે તપ છે. તપ અને આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિને પ્રશ્ન છે. જૈન સમાજમાં વ્યક્તિ અને સમાજ બંનેના સમન્વયને ખ્યાલ રણો છે, કારણ કે તેમાં કેન્દ્રસ્થાને માનવ છે. વ્યક્તિવાદ ઉપર ભાર મુકાય ત્યારે ઉદ્દભવતાં વલણ ધર્મના પાયામાં રહેલી સમન્વયદષ્ટિની સયિ સુસંગત થાય નહિ વ્યક્તિગત તપ અને સામાજિક સગવડે આ તીર્થ સ્થાનની વ્યવસ્થા પરત્વેને એક અનુભવ છે. બીજે અનુભવ તે વ્યક્તિગત અનુભવ છે. એમ. એ.માં હતો ત્યારે પ્રાકૃતઅર્ધમાગધીનાં પાઠયપુસ્તકો મળે નહિ. વિદ્યાર્થીઓએ પુસ્તકેની હાથે જ નકલ ઉતારી લેવાની. તેમાં તમને ખ્યાલ હશે મને પણ તની તાલીમ મળી. પરંતુ વ્યક્તિને સામાજિક સગવડને અભાવે તપ કરવું પડે એવી પરિસ્થિતિ તેને માટે અથવા વિદ્યાર્થી માટે ન હેવી જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org