________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
Jain Education International
પંડિત વીરવિજયજી મહારાજ કૃત ૯૯પ્રકારની પૂજાની એકપંક્તિ
છેલ્લા સો-બસો વર્ષમાં ગુજરાતી સ્તવનો-સજ્ઝાયોની ભાષા શૈલીમાં બોલનારાના કારણે પરિવર્તન આવ્યું છે. વાસણને સુરક્ષિત રાખવા માટે તેને છ-બાર મહિને માંજવાં જરૂરી છે તેમ આ બધી ગુજરાતી રચનાઓને માંજવી પડે. નીચે જે પંક્તિઓ લખી છે તે મૂળભૂત રીતે અર્થસૌંદર્યથી ભરપૂર શબ્દોથી શોભતી રચનાઓ છે. કાળક્રમે તેનું સ્વરૂપ અપભ્રંશ થઈ ગયું છે. પ્રથમ પંક્તિ આમ છે :
“દેઉં તસ માનને હ્રસ્ત સન્માનને તારરે દિલ સાથે રે
જે વ્યક્તિ મને સિદ્ધ ગિરિરાજનાં દર્શન કરાવે, વંદન કરાવે, સ્પર્શના કરાવે તે વ્યક્તિને માન આપું. અરે ! હાથમાં પણ શક્તિ પ્રમાણે પહેરામણી આપું, કારણ કે આજે પ્રભુના ગિરિરાજનાં દર્શન-વંદન-સ્પર્શન કરાવનાર એવી વ્યક્તિ ક્યાં છે ?
જુઓ, “દેઉં તસ માનને હસ્ત સન્માનને” --આ શબ્દો વારંવાર બોલાતાં એના ઉચ્ચાર કેવા બદલાઈ ગયા !
ઘૌત સમાન ને હસ્તિ સન્માન. એનો અર્થ કરનાર પણ એવા નીકળ્યા. ધૌતનો અર્થ આકાશ થાય છે. હાથીની અંબાડીએ બેસાડવાનું સન્માન પણ હું આપું. આવા અર્થ પણ થવા લાગ્યા ! મૂળ સ્વરૂપના ખોજની લગની હોય તે જ સત્યની નજીક પહોંચી જાય છે.
આવી જ સ્થિતિ બીજી પંક્તિની છે.
ગિરિરાજ ઉપર અવારનવાર પોપટ જોવા મળે. પોપટ માટે જૂની ગુજરાતીમાં સૂડા શબ્દ છે જે સંસ્કૃતના શુક પરથી નીપજી આવ્યો છે. એ પોપટને મિત્ર રૂપે કહીને સંબોધન કરે છે. અહીં ‘સખરા’ શબ્દ છે તે બે અર્થમાં પ્રચલિત છે. સખાનું રૂપ ગણીએ તો મિત્ર અર્થ થાય અને સખરાનો બીજો અર્થ સુંદર પણ થાય.
પંડિત વીરવિજયજી મહારાજ ૯૯ પ્રકારની પૂજામાં “સખરે મે સખરી કોણ ! જગત કી મોહિની,
ઋષભ જિણંદ કી ડિમા જગત કી મોહિની.”
--
દુનિયામાં શ્રેષ્ઠ કોણ છે ? એ સંદર્ભમાં સખર શબ્દનો અર્થ સુંદર થાય છે, પણ (આપણી પંક્તિ) અહીં મિત્ર છે. દોસ્તીના દાવે પોપટને કહે છે કે,
“દે તારી પાંખડીજી લળી લળી લાગું રે પાય મોહનગારાં હો રાજ રૂડાં મારાં સાંભળ સખરા સૂડાં.
અર્થ : તારી પાંખો મને આપ જેથી ઊડીને ત્યાં જઈ આદીશ્વર દાદાને લળીને નમસ્કાર કરું. તમે જોઈ શકશો કે મૂળ શુદ્ધ પંક્તિ કેટલાં સોહામણાં અર્થ વાળી છે. એ રચના જલદી જલદી બોલવાથી દોઈતરા શબ્દ થઈ ગયો, જેનો કોઈ અર્થ જ ન નીકળે.
For Private & Personal Use Only
૮૩
www.jainelibrary.org