________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧
પ્રાપ્તિ થઈ શકે નહીં. આથી જ માપતુષ આદિ મુનિઓ પણ ગીતાર્થને પરતંત્ર થઈને ગીતાર્થના વચનાનુસાર ગુપ્તિમાં પ્રવર્તન કરી શકે તેવા બોધવાળા હતા તેથી ગીતાર્થના જ્ઞાનથી ગુપ્તિવિષયક નિષ્ણાત હતા, માટે ભાવથી ચારિત્રી હતા.
વળી જેઓ ગુપ્તિના પરમાર્થને જાણતા નથી અને મૌન ધારણ કરીને પોતે વાગુપ્તિવાળા છે તેવું માને છે તેઓને વાગુપ્તિનું અભિમાન હોવાથી અને પોતે અગુપ્ત હોવા છતાં પોતે વાગુપ્તિવાળા છે તેવો ભ્રમ હોવાથી વિપર્યાસબુદ્ધિરૂપ દોષની પ્રાપ્તિ છે, આથી જ મૌન ધારણ કરીને સંયમની ક્રિયા કરવા છતાં સંયમની તે તે ક્રિયા દ્વારા આત્મભાવમાં વિશ્રાંત થવાને બદલે બાહ્ય ક્રિયા દ્વારા પોતે સંયમ પાળે છે, તે પ્રકારના વિપર્યાસને ધારણ કરીને મિથ્યાત્વને જ પુષ્ટ કરે છે.
વળી જેઓ વાગ્રુપ્તિના પરમાર્થને જાણનારા છે તેઓ ધર્મદેશનાદિ પ્રવૃત્તિકાળમાં વચનપ્રયોગ કરતા હોવા છતાં અંતરંગ રીતે તે તે વચનના ઉપદેશથી યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવે છે તેમજ પોતે પણ તે તે વચનપ્રયોગ કાળમાં તે તે વચનપ્રયોગ દ્વારા આત્માને ભાવિત કરીને આત્મભાવમાં વિશ્રાંત થવા યત્ન કરે છે, તેથી ચારિત્રના પરિણામના બીજભૂત ભાષાની વિશુદ્ધિનો યોગ્યજીવોને બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ આ પ્રકરણનો આરંભ કર્યો છે. જેથી યોગ્યજીવોને વચન બોલવાના વિષયમાં કુશલતા પ્રાપ્ત થાય અને તેના બળથી ચારિત્રની પ્રાપ્તિ કરીને ક્રમસર મોક્ષની પ્રાપ્તિ કરે. તે ભાષારહસ્ય નામના પ્રકરણની આ પ્રથમ ગાથા છે. ગાથા :
पणमिय पासजिणिंदं भासरहस्सं समासओ वुच्छं ।
जं नाऊण सुविहिआ चरणविसोहिं उवलहन्ति ।।१।। છાયા :
प्रणम्य पार्श्वजिनेन्द्र भाषारहस्यं समासतो वक्ष्ये ।
यज्ज्ञात्वा सुविहिताश्चरणविशोधिमुपलभन्ते ।।१।। અન્વયાર્થ :
નહિં પાર્શ્વજિનેન્દ્રને, પurfમ=પ્રણામ કરીને, સમગી=સમાસથી, ભારદર્શ=ભાષારહસ્યને, ૩જીં-હું કહીશ. નં=જેને, ના=જાણીને, સુવિદિગા=સુવિહિતો=સુવિહિત મહાત્માઓ, રવિ સોહિંગ ચારિત્રની વિશોધિને, ૩વત્નત્તિ પ્રાપ્ત કરે છે. I૧TI ગાથાર્થ :
પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને સમાસથી ભાષારહસ્યને હું કહીશ. જેને જાણીને સુવિહિત મહાત્માઓ ચારિત્રની વિશોધિને પ્રાપ્ત કરે છે. IIII.