________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫
૧૬૫ બહુભેજવાળું છે બહુ અવાર પ્રકારરૂપ ભેદો છે જેને તે બહુભેજવાળું છે, તે અવાના પ્રકારો “તથાદિથી બતાવે છે –
આહરણ=પ્રથમભેદરૂપ ઉદાહરણ સંપૂર્ણ પ્રકૃતિ ઉપયોગી દર્શત આહરણ ઉદાહરણ છે તદ્દેશ તદ્દોષ અને પુનઃ ઉપચાસની જેમ દેશમાં ઉપયોગી દાંત નથી પરંતુ પગનો બોધ કરાવવા માટે સંપૂર્ણ ઉપયોગી દષ્ટાંત છે અને તે સંપૂર્ણ પ્રકૃતમાં ઉપયોગી એવું આહરણ અપાય, ઉપાય સ્થાપના અને પ્રત્યુત્પન્ન વિન્યાસના ભેદથી ચાર પ્રકારનું છે.
ત્યાં=ચાર પ્રકારના આહરણમાં, અપાય અનિષ્ટની પ્રાપ્તિ છે. તેના વિષયવાળું ઉદાહરણ અપાય ઉદાહરણ છે. અને તે=અપાય ઉદાહરણ, ચાર પ્રકારનું છે – દ્રવ્યઅપાય, ક્ષેત્રઅપાય, કાળઅપાય અને ભાવઅપાય.
ત્તિ' શબ્દ અપાય ઉદાહરણના ચાર ભેદોની સમાપ્તિ માટે છે.
ત્યાં ચાર પ્રકારના અપાયમાં, દ્રવ્યઅપાયવિષયક ધતનિમિત પરસ્પર વધતી પરિણતિવાળા બે ભાઈઓ ઉદાહરણ છે, ક્ષેત્રઅપાયવિષયક દશારવર્ગ ઉદાહરણ છે=સમુદ્રવિજય આદિ દશ ભાઈઓનો સમૂહ ઉદાહરણ છે, કાલઅપાયવિષયક કૈપાયન ઋષિ દ્વારિકા બાળવાર કૈપાયન ઋષિ, ઉદાહરણ છે અને ભાવઅપાયવિષયક મંડુકિકાલપક કૂરગડુકજીવ જે ફૂરગડુમુનિ મોક્ષમાં ગયા તેમનો જીવ, પૂર્વભવમાં તપસ્યા કરનાર સાધુ હતા અને જેમના પગ નીચે મંડકિકા-દેડકી, કચડાયેલી તે ભાવઅપાયમાં દૃગંત છે.
અને આમના કથાનકનું ઉપદર્શન દ્રવ્યાદિ ચાર અપાયોના કથાનકનું ઉપદર્શન, શ્રોતાઓના સંવેગના સ્વૈર્ય માટે છે અને આ દ્રવ્યાદિ ચાર અપાયોના ઉદાહરણનું કથન, ચરણકરણાનુયોગને આશ્રયીને કહેવાયું. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને દ્રવ્યાદિ અપેક્ષાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી આત્માદિના એકાંતનિત્યવાદીઓનું સુખ-દુઃખના અભાવ પ્રસંગાદિનું દષ્ટાંત જાણવું. ના ભાવાર્થ :
ગાથા-૩૪માં ચરિતઉપમાન અને કલ્પિતઉપમાન એમ બે ભેદ બતાવ્યા તે બન્ને ભેદોમાંથી દરેક ભેદો ચાર પ્રકારના છે. તે ચાર પ્રકારો ગ્રંથકારશ્રી બતાવે છે –
ઉદાહરણના વિષયમાં, તદેશના વિષયમાં, તદોષના વિષયમાં અને પુનઃ ઉપન્યાસના વિષયમાં ચરિતઉપમાન અને કલ્પિતઉપમાનના ભેદોની પ્રાપ્તિ છે તેથી તેના ચાર ચાર ભેદની પ્રાપ્તિ થઈ.
વળી તે ચાર ભેદો પણ અવાજોર ઘણા ભેદોવાળા છે અને તે અવાન્તર ભેદો અનેક હોવા છતાં તે એક એકના ચાર ચાર ભેદો છે તે બતાવવા અર્થે પ્રથમ આહરણરૂપ ભેદના ચાર ભેદો બતાવે છે – આહરણઉપમાનના ચાર ભેદો:
(૧) અપાય, (૨) ઉપાય, (૩) સ્થાપના અને (૪) પ્રત્યુત્પવિન્યાસ એમ આહરણ ઉપમાનના ચાર ભેદો છે.