________________
૧૯૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ આ પ્રકારનું મનુસ્મૃતિનું વચન ગ્રહણ કરીને કોઈ શિષ્ય કહે કે આ ખરેખર એમ જ ઘટે છે માંસભક્ષણાદિમાં દોષ નથી એમ જ ઘટે છે; કેમ કે પ્રવૃત્તિ વગર નિવૃત્તિના ફળનો અભાવ પ્રાપ્ત થાય છે અર્થાત્ માંસભક્ષણમાં કોઈની પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિના ફળનો અભાવ પ્રાપ્ત થાય છે, અને તિવિષયપણું હોવાને કારણે=માંસભક્ષણાદિમાં કોઈની પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિનું નિર્વિષયપણું હોવાને કારણે, નિવૃત્તિનો અસંભવ છે. તે કારણથી ફળના કારણીભૂત નિવૃત્તિના=માંસભક્ષણાદિની નિવૃત્તિના ફળના કારણીભૂત જે નિવૃત્તિ તેવા, નિમિતપણાથી પ્રવૃત્તિ પણ=માંસભક્ષણાદિમાં પ્રવૃત્તિ પણ, અદુષ્ટ જ છે.
ત' શબ્દ શિષ્યના કથનની સમાપ્તિ માટે છે. ત્યાં તે પ્રકારે કોઈ શિષ્યના ઉપચાસમાં, ઉત્તર અપાય છે – અહીં મનુસ્મૃતિના વચનમાં, નિવૃત્તિનું મહાફળપણું શું દુષ્ટ પ્રવૃત્તિના પરિણારાત્મકપણાથી છે અથવા અદુષ્ટ પ્રવૃત્તિના પરિણારાત્મકપણાથી છે ? જો શિષ્ય પ્રથમ વિકલ્પ સ્વીકારે તો તેમાં કેવી રીતે પ્રવૃત્તિનું અદુષ્ટપણું થાય ? અને અન્ય વિકલ્પમાં=અદુષ્ટ પ્રવૃત્તિના પરિણારાત્મક પ્રવૃત્તિ મહાફળવાળી છે એ પ્રકારના બીજા વિકલ્પમાં, અદુષ્ટ એવી નિવૃત્તિના પરિણારાત્મક પ્રવૃત્તિનું પણ માંસભક્ષણાદિની નિવૃત્તિ જે અદુષ્ટ નિવૃત્તિ છે તેના પરિહારાત્મક માંસભક્ષણાદિની પ્રવૃત્તિનું પણ, મહાફલત્વનો પ્રસંગ હોવાથી પૂર્વ અપર વિરોધ છે.
તિ' શબ્દ ચરણકરણાનુયોગમાં લેવા પ્રકારના પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક તદ્વસ્તુના દાંતની સમાપ્તિ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે તો પછી મનુસ્મૃતિના વચનનો અર્થ કઈ રીતે કરવો જોઈએ ? તેથી કહે છે – માંસભક્ષણમાં અદોષ નથી એ પ્રકારે અહીં નકારાર્થક ‘અ'નો પ્રશ્લેષ કરવો જોઈએ. જે કારણથી આ પ્રવૃત્તિ માંસભક્ષણાદિ પ્રવૃત્તિ, ભૂતોનું જીવોનું ઉત્પત્તિસ્થાન છે અથવા ભૂતોની પિશાચપ્રાયઃ જીવોની, આ પ્રવૃત્તિ છે પરંતુ વિવેકીઓની આ પ્રવૃત્તિ નથી એ પ્રમાણે વ્યાખ્યાન કરવું જોઈએ.
વળી દ્રવ્યાનુયોગમાં “એકાંત નિત્ય જીવ છે અમૂર્તપણું હોવાથી આકાશની જેમ” એ પ્રમાણેના કોઈક પૂર્વપક્ષીના પ્રયોગમાં “કર્મની જેમ અમૂર્તપણું હોતે છતે અનિત્ય થાય” એ પ્રમાણે કહેવામાં આવે ત્યારે આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, વ્યભિચારનું ઉદાહરણ હોવાથીઃકર્મરૂપ ઉદાહરણ નિત્યતામાં વ્યભિચારને બતાવતારું ઉદાહરણ હોવાથી, (તથાવિધ પ્રતિકૂલ અભિપ્રાયપૂર્વક તદ્વસ્તુનું ઉદાહરણ છે=જીવવસ્તુનું ઉદાહરણ છે.) વળી કર્મ અમૂર્ત અને અનિત્ય એ પ્રકારે આ વૃદ્ધ પુરુષોના દર્શનથી ઉદાહરણ દોષ જ છે અર્થાત્ ઉલ્લેપણ અવક્ષેપણ આદિ કર્મો અનિત્ય હોવા છતાં અમૂર્ત નથી પરંતુ પ્રત્યક્ષથી દેખાતી ક્રિયારૂપ છે, તેથી વૃદ્ધના દર્શનથી-જિનદાસગણિમહત્તરરૂપ વૃદ્ધના દર્શનથી, ઉદાહરણ દોષ જ છે જે પ્રમાણે અન્યોના મતેeતૈયાયિકના મતે, સાધર્યસમાજાતિ છે. [૧]