________________
૧૯૦.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫ “તું મદ્ય પીએ છે ?” ત્યારે આ કહે છે, “વેશ્યાથી યુક્ત હોઉં ત્યારે પીઉં છું.” ત્યારે પેલો પૂછે છે “તું વેશ્યા પાસે જાય છે ?” ત્યારે આ કહે છે “હંમેશાં જતો નથી પરંતુ શત્રુને મારીને વેશ્યા પાસે જાઉં છું.” ત્યારે પેલો પૂછે છે “તારા શત્રુ કોણ છે ?” ત્યારે આ કહે છે “જેઓના ત્યાં ખાતર કરું છું, તેઓ શત્રુ છે.” ત્યારે પૂછે છે “તું ચોરી કરે છું?” ત્યારે કહે છે “જુગાર માટે ચોરી કરું છું” ત્યારે પૂછે છે “તું જુગાર રમે છે ?”
ત્યારે કહે છે “હું દાસીપુત્ર છું.” આ પ્રકારે સર્વ નિગમન વચન દુષ્ટ છે તેમ વિવેકી પુરુષે તેવું દુષ્ટ નિગમન થાય તેવું વચન બોલવું જોઈએ નહિ એવો બોધ કરાવવા અર્થે દુરુપનીત તદ્દોષનું દૃષ્ટાંત આપીને ઉચિત બોધ કરાવવાથી યોગ્ય શિષ્યને કઈ રીતે નિગમન કરવું જોઈએ તેનો માર્ગાનુસારી બોધ થાય છે માટે તે ઔપમ્પસત્યભાષા બને છે. ચરણકરણાનુયોગ આશ્રયી દુરુપનીત તદ્દોષ ઉદાહરણ :
વળી ચરણકરણાનુયોગને આશ્રયીને ઉપદેશક કહે કે શાસનનો અવર્ણવાદ થાય તેવું દુષ્ટ નિગમન કરવું જોઈએ નહિ અને વાદમાં પણ તે પ્રમાણે કહેવું જોઈએ નહિ જેનાથી પોતે ઉપહાસને પામે. આવો બોધ કરાવવા અર્થે દુષ્ટ નિગમન તદોષના ઉદાહરણથી બોધ કરાવાય ત્યારે તે ઔપમ્પસત્યભાષા બને. દ્રવ્યાનુયોગ આશ્રયી દુરુપનીત તદ્દોષ ઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને જીવની સિદ્ધિ કરવા અર્થે વાદીએ તે પ્રકારે વાદમાં કહેવું જોઈએ જેથી પરવાદી વડે પોતે જિતાય નહિ આ પ્રકારનું દુષ્ટ નિગમનનું ઉદાહરણ બતાવીને શિષ્યને યથાર્થ બોધ કરાવવામાં આવે ત્યારે દુષ્ટનિગમન તદ્દોષઉદાહરણથી ઔપમ્પસત્યભાષાની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભેદ સહિત તદ્દોષનું ઉદાહરણ ગ્રંથકારશ્રીએ અહીં પૂર્ણ કરેલ છે. ૪ Ila
ઔપમ્પસત્યભાષાના પુનઃઉપન્યાસ નામના ચોથા ભેદનાં અવાંતર ભેદો બતાવે છે – ટીકા :
उपन्यासः तथाविधप्रतिकूलाभिप्रायपूर्व उदाहारः, स चतुर्द्धा, तद्वस्तुतदन्यवस्तुप्रतिनिभहेतूपन्यासभेदात् ।
तत्र वाद्युक्तमेव वस्त्वादाय उपन्यासस्तद्वस्तूपन्यासः ।
तत्रोदाहरणम्-एकः कार्पटिको बहून् देशान् भ्रान्त्वा समागतः, अन्यैः कार्पटिकैराश्चर्यं पृष्ट उक्तवान् ‘समुद्रतीरे एकत्र मया महान् महीरुहो दृष्टः, तस्यैका शाखा समुद्रे प्रतिष्ठिताऽन्या च स्थले ततः समुद्रे पतितानि फलानि जलचरा भवन्ति, स्थले पतितानि च स्थलचरा' इति । तदिदमाकर्ण्य श्राद्धकार्पटिकेनोक्तं यान्यर्धमध्यपतितानि तानि किं भवन्तीति ? तूष्णीम्भूतः कार्पटिक इति लोके ।
चरणकरणानुयोगे तु यदि कश्चिद्विनेयः कञ्चिदसद्ग्रहं गृहीत्वा न सम्यग् वर्त्तते स खलु तद्वस्तूपन्यासेनैव प्रज्ञापनीयः, यथा कश्चिदाह