________________
૨૦૬.
–
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૭ अथ सत्यभाषानिरूपणानन्तरमसत्याया भाषायाः स्वरूपं कीर्तयिष्यामि, इत्थं चोद्देशक्रमानुरूपैव संगतिरत्रेति सूचितम् ।।३७।। ટીકાર્ચ -
વિમ્ .. સૂચિતમ્ ા આ રીતે ઉક્ત પ્રકારથી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારથી, શ્રતના પ્રજ્ઞાપના આદિના, અનુસારથી તેના અભિપ્રાયના અપરિત્યાગથી સત્યભાષા વર્ણન કરાઈ=લક્ષણાદિથી નિરૂપણ કરાઈ.
કેવા પ્રકારની નિરૂપણ કરાઈ ? એથી કહે છે – ચિત્ર=બહુભેદ-પ્રભેદથી ઘટિત હોવાને કારણે વિચિત્ર, અથવા ચિત્તથી “ચયથોને” ગમ્યયપ્યોગમાં પંચમીનું આશ્રયણ હોવાથી, ચિત્તરૂપ અભિપ્રાયને ગ્રહણ કરીને સત્યભાષા વર્ણન કરાઈ આના દ્વારા ગાથામાં રહેલા “ચિત્તા' શબ્દનો અર્થ અભિપ્રાયને ગ્રહણ કરીને કર્યો એનાથી, શ્રતનું યથાશ્રુત જ અર્થ વ્યાખ્યય નથી પરંતુ આભિપ્રાયિક પણ અર્થ વ્યાખ્યય છે; કેમ કે અવ્યથા-આભિપ્રાયિક અર્થ વ્યાખ્યય ન માનો અને યથાશ્રત અર્થ જ વ્યાખ્યય માનો તો કાલિકઅનુયોગના વૈફલ્યનો પ્રસંગ છે.
વળી કેટલાંક સ્થાનોમાં યથાશ્રુત જ અર્થનું વ્યાખ્યાન કરવામાં આવે તો હેતુગ્રાહ્ય અર્થોનું આજ્ઞાાાપણાથી પર્યવસાનનિમિત્તક આશાતતાનો પ્રસંગ છે એ પ્રમાણે વ્યક્ત થાય છે=અભિપ્રાય ગ્રહણ કરીને એ પ્રકારે ચિત્તા' શબ્દનો અર્થ કર્યો તેનાથી વ્યક્ત થાય છે.
હવે સત્યભાષાના નિરૂપણ અનંતર અસત્યભાષાના સ્વરૂપને હું કહીશ અને આ રીતે ગાથાના ઉત્તરાર્ધથી કહ્યું એ રીતે, ઉદ્દેશના ક્રમને અનુરૂપ જ અહીં સંગતિ છે=પ્રસ્તુત ગ્રંથમાં સંગતિ છે, એ સૂચિત થાય છે. ll૩૭ ભાવાર્થ:સત્યભાષાના નિરૂપણનું નિગમન અને અસત્યભાષાના સ્વરૂપને કહેવાની પ્રતિજ્ઞા :
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે ગ્રંથકારશ્રીએ દશ પ્રકારની સત્યભાષા અત્યાર સુધી બતાવી તે પ્રજ્ઞાપના આદિ સૂત્રના અભિપ્રાયનો ત્યાગ કર્યા વગર બતાવેલ છે અને તે સર્વ વર્ણન ઘણા ભેદ પ્રભેદથી ઘટિત છે. તે બતાવવા માટે ગાથામાં ‘વિતા' શબ્દનો પ્રયોગ છે. વળી ‘વિરા' શબ્દનો અન્ય અર્થ કરતાં કહે છે – સૂત્રના અભિપ્રાયને ગ્રહણ કરીને આ સર્વ ભાષાઓનું વર્ણન કર્યું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે દશવૈકાલિક આદિ સૂત્રોમાં સાધુને ભાષાસમિતિનો અને વચનગુપ્તિનો બોધ -કરાવવા અર્થે આ સર્વભાષાઓ કહેલ છે તેથી સત્યભાષાઓનો યથાર્થ બોધ કરીને જે સાધુ ભાષાસમિતિ