________________
૨૦૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૭ અને વચનગુપ્તિમાં યત્ન કરી શકે તેવા પ્રકારનો યથાર્થ બોધ જે વર્ણનથી થાય તે સત્યભાષાનું વર્ણન કહેવાય. તેથી ચન્દ્રમુખી એ વચન દ્વારા કોઈ સાધુ કોઈ સ્ત્રીનું વર્ણન કરે અને તેનાથી શ્રોતાને તે સ્ત્રીના સુંદરમુખની ઉપસ્થિતિ થાય તેટલા માત્રથી તે ઉપદેશકનું વચન પમ્પસત્યભાષા બને નહિ. પરંતુ શ્રોતા હિતાનુકૂલ પ્રવૃત્તિ કરી શકે એવો બોધ કરાવવા અર્થે સાધુ જે ભાષા બોલે, તે ભાષા શ્રોતાને યથાર્થ બોધ કરાવીને શ્રોતાના કલ્યાણનું કારણ હોવાથી સત્યભાષા બને છે.
પ્રસ્તુતમાં વર્ણન કરાયેલી દશે પ્રકારની ભાષા ગ્રુતની આરાધનાની અપેક્ષાએ કઈ રીતે બોલવી જોઈએ ? અને કઈ રીતે બોલાયેલી ભાષા પૂલથી સત્ય હોવા છતાં સંયમની વિરાધનાનું કારણ છે ? તે પ્રકારના અભિપ્રાયને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ યોગ્ય શ્રોતાને ભાષાસમિતિ અને વચનગુપ્તિ માટે ઉપયોગી બોધના પ્રયોજનથી પ્રસ્તુત ભાષાનું વર્ણન કરેલ છે. આથી જ ગ્રંથકારશ્રીએ પ્રથમ ગાથાના પ્રારંભ પૂર્વે જ અવતરણિકામાં દશવૈકાલિકસૂત્રના વચનની સાક્ષી આપીને સ્પષ્ટતા કરેલી કે વચનવિભક્તિમાં અકુશલ સાધુ વાગુપ્તિ કે ભાષાસમિતિનું પાલન કરી શકતા નથી, માટે સાધુને ભાષાસમિતિમાં અને વાગુપ્તિમાં કુશલ કરવાના અભિપ્રાયથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સત્યભાષાનું વર્ણન કરેલ છે. આથી જ સત્યભાષાના દશ ભેદોના વર્ણન વખતે ગાથા-૧૯માં આરાધનાને આશ્રયીને પણ ભાષાના ચાર ભેદો બતાવેલા. તેથી ફલિત થાય છે કે દશભાષાના વર્ણન માત્રને આશ્રયીને આ ભાષા સત્ય છે અને આ ભાષા અસત્ય છે તેવો નિર્ણય સર્વત્ર થાય નહિ. પરંતુ ગુપ્તિના અને સમિતિના અભિપ્રાયવાળા સાધુ જે દશ પ્રકારની સત્યભાષા કહી છે તે દશ પ્રકારમાંથી યથાયોગ્ય સત્યભાષાનો પ્રયોગ કરે છતાં ભાષાસમિતિના અને જાગૃપ્તિના અભિપ્રાયનો ભંગ થાય તે રીતે તે સત્યભાષા બોલે તો તે સત્યભાષા નથી એવો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ ‘વિરા' શબ્દનો અર્થ અભિપ્રાય એ પ્રમાણે ગ્રહણ કરીને દશ પ્રકારની સત્યભાષાનું કથન કરેલ છે.
વળી ગ્રંથકારશ્રીએ અભિપ્રાયને ગ્રહણ કરીને કહ્યું એનાથી શું વ્યક્ત થાય છે ? તે બતાવતાં કહે
શ્રુતનો અર્થ શબ્દથી જે પ્રમાણે સંભળાય છે તે પ્રકારે વ્યાખ્યય નથી પરંતુ કયા અભિપ્રાયથી તે શ્રત વચનો કહેવાયાં છે તે પ્રમાણે તે શ્રતના અર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ. આથી જ દશવૈકાલિકમાં વચનના વિભાગમાં અકુશળ સાધુ ભાષાસમિતિનું અને વચનગુપ્તિનું પાલન કરી શકતા નથી તેમ કહીને ભાષાસમિતિના અને વચનગુપ્તિના યથાર્થ બોધનું કારણ બને એવો બોધ કરાવવા અર્થે દશપ્રકારની સત્યભાષા બતાવેલ છે, તેથી દશ પ્રકારની સત્યભાષાના શબ્દોથી પ્રાપ્ત થતા અર્થોને ગ્રહણ કરીને તે ભાષા સત્ય અને અન્ય ભાષા અસત્ય છે તેવો વિભાગ કરવો નહિ, પરંતુ જે ભાષાના પ્રયોગથી પોતાનામાં વચનગુપ્તિની અને ભાષાસમિતિની પ્રાપ્તિ થાય તે ભાષા સત્યભાષા છે. વળી યોગ્ય શ્રોતાને પણ સ્વકલ્યાણ અર્થે કેવી ભાષા બોલવી જોઈએ ? તેનો માર્ગાનુસારી બોધ થાય, તે પ્રકારે ઉપદેશક બોધ કરાવવો જોઈએ તેમ ગ્રંથકારશ્રીએ સૂચન કરેલ છે. વળી સૂત્રમાં સંભળાયેલા શબ્દોનો અર્થ યથાશ્રુત ઇષ્ટ નથી તે બતાવવા માટે કહે છે કે જો આભિપ્રાયિક