Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 229
________________ ૨૦૮ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૩૭ અર્થ વ્યાખ્યય ન હોય અને શ્રુતથી કહેવાતો જ અર્થ વ્યાખ્યય હોય તો કાલિકાનુયોગના વૈફલ્યનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે વજસ્વામી સુધી કાલિકાનુયોગ પૃથક કરાયેલો નહિ અને શિષ્યની મંદમતિને કારણે સુત્રથી પ્રાપ્ત થતો આભિપ્રાયિક અર્થ ગ્રહણ કરવા માટે શિષ્ય અસમર્થ છે એવું જાણીને આર્યરક્ષિતસૂરિએ કાલિકઅનુયોગને પૃથફ કર્યો, તેથી નક્કી થાય છે કે પ્રાજ્ઞપુરુષ સૂત્રથી પણ અભિપ્રાય અર્થને ગ્રહણ કરી શકે છે અને જેઓની તે પ્રકારનો અભિપ્રાયિક અર્થ ગ્રહણ કરવાની શક્તિ નથી તેઓને સૂત્રના આભિપ્રાયિક અર્થનો બોધ કરાવવા અર્થે આર્યરક્ષિતસૂરિએ કાલિકઅનુયોગ પૃથફ કર્યો તેમ પ્રસ્તુતમાં પણ દશ પ્રકારની સત્યભાષાના વર્ણનથી જેઓ આભિપ્રાયિક અર્થને ગ્રહણ કરવા માટે સમર્થ નથી એવા શિષ્યોને દશપ્રકારની સત્યભાષાના વર્ણનથી આભિપ્રાયિક અર્થનો બોધ થાય તે રીતે જ ઉપદેશક વ્યાખ્યાન આપવું જોઈએ, જેથી ગુપ્તિ માટે અને ભાષાસમિતિ માટે બોલાયેલી સત્યભાષા સત્યભાષા છે એવો બોધ થાય, પરંતુ પ્રસ્તુતમાં વર્ણન કરાયેલી દશપ્રકારની સત્યભાષા શૂલથી સત્ય હોવા છતાં વચનગુપ્તિના અને ભાષાસમિતિના પરિણામથી નિરપેક્ષ બોલાયેલી દશ પ્રકારના ભેદમાંથી કોઈ પણ ભાષા સત્યભાષા નથી એ પ્રકારે આભિપ્રાયિક અર્થનું વ્યાખ્યાન કરવું જોઈએ. ' વળી યથાશ્રુત અર્થ જ થાય નથી પરંતુ શ્રુતનો આભિપ્રાયિક અર્થ જ વ્યાખ્યય છે તેમ સ્વીકારવામાં ન આવે તો હેતુગ્રાહ્ય અર્થોનો આજ્ઞા ગ્રાહ્યપણારૂપે પર્યવસાનનિમિત્તક આશાતનાનો પ્રસંગ છે. આશય એ છે કે સર્વશે કહેલા પદાર્થો કેટલાક આશાગ્રાહ્ય છે જેમ નિગોદના જીવો એક શરીરમાં અનંતા છે ઇત્યાદિ અને કેટલાક અર્થો સર્વજ્ઞ કહેલા હોવા છતાં હેતુગ્રાહ્ય છે. જેમ જીવાદિ તત્ત્વો, કર્મબંધનાં કારણો ઇત્યાદિ પદાર્થો સર્વજ્ઞ ભગવંતે જ કહેલા છે, છતાં યુક્તિ અને અનુભવ અનુસાર તેની વિચારણા કરીને ઉપદેશકે હેતુગ્રાહ્ય અર્થોનો શાસ્ત્રવચન અને ઉચિત હેતુઓ દ્વારા તેનો બોધ કરાવવો જોઈએ આ પ્રકારની ભગવાનના શાસનના ઉપદેશની મર્યાદા છે. હવે જો યથાશ્રુત અર્થ જ વ્યાખ્યય હોય તો ભગવાનનાં દરેક વચનો આજ્ઞા ગ્રાહ્ય જ માનવાં પડે. વસ્તુતઃ હેતુગ્રાહ્ય અર્થોને આજ્ઞાગ્રાહ્ય સ્વીકારવાથી ભગવાનની વચનની આશાતનાની પ્રાપ્તિ થાય છે એમ શાસ્ત્રકારો કહે છે. તેમ પ્રસ્તુતમાં પણ ચન્દ્રમુખી ઇત્યાદિ વચનો રાગાદિની વૃદ્ધિનું કારણ બને તે રીતે બોલાયેલાં હોય તેને પણ સત્ય વચન સ્વીકારીએ તો ભગવાનના વચનની આશાતનાનો પ્રસંગ આવે તેવો નિર્ણય થાય છે. તેથી જે રીતે હેતુગ્રાહ્ય અર્થોનો હેતુથી બોધ કરાવીને યોગ્ય જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમ પ્રસ્તુતમાં પણ વચનગુપ્તિના અને ભાષાસમિતિના પ્રયોજનથી બોલાયેલ ચન્દ્રમુખી ઇત્યાદિ પ્રયોગો સત્યભાષારૂપ છે તેવો બોધ શ્રોતાને થાય તો તેને તત્ત્વની રુચિ પ્રગટે છે. અર્થાત્ ભગવાનનાં સર્વ વચનો કઈ રીતે વીતરાગતાને અનુકૂળ માર્ગાનુસારી બોધ કરાવીને કલ્યાણનું કારણ છે તેવો સ્થિર બોધ થાય છે. વળી, સૂત્રના અભિપ્રાયને સામે રાખ્યા વગર દશ પ્રકારની સત્યભાષાનો કોઈ ઉપદેશક શ્રોતાને બોધ કરાવે તો લૌકિક ઉપદેશમાં અને લોકોત્તર ઉપદેશમાં જે ભેદ છે તેનો પણ શ્રોતાને બોધ થાય નહિ; કેમ કે લોકમાં પણ આ પ્રકારે બોલાયેલી ભાષા સત્યભાષા છે તેમ સર્વલોકો સ્વીકારે છે જ્યારે લોકોત્તર શાસનમાં ભગવાનનાં વચનો દશ પ્રકારની ભાષાના બોધ દ્વારા પણ

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232