________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૭
૨૦૯ સૂત્રના આભિપ્રાયિક અર્થનો બોધ કરાવીને ભાષા સમિતિમાં અને વાગૃપ્તિમાં ઉપયોગી ભાષા સત્ય છે. તેવો બોધ કરાવે છે. તેથી યોગ્ય જીવને મુનિભાવનો પારમાર્થિક બોધ થાય છે જેથી સમ્યત્વ પ્રાપ્ત ન થયું હોય તો સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થયેલું સમ્યકત્વ સ્થિર સ્થિરતર થાય છે અને ક્રમશઃ ચારિત્રની પ્રાપ્તિ દ્વારા સર્વકલ્યાણની પરંપરાનું કારણ થાય છે. માટે ઉપદેશકે આભિપ્રાયિક અર્થને ગ્રહણ કરીને સૂત્રનું વ્યાખ્યાન કરવું જોઈએ.
આ રીતે ગાથાના પૂર્વાર્ધથી સત્યભાષાના નિરૂપણનું નિગમન કરીને ગાથાના ઉત્તરાર્ધથી અસત્યભાષાના સ્વરૂપને કહેવાની પ્રતિજ્ઞા કરે છે જેથી સત્ય-અસત્ય આદિ ચાર ભાષાઓના ક્રમને અનુરૂપ જ આ બીજા પ્રકારની ભાષાનું કથન છે એમ સૂચિત થાય છે. II3ના
અનુસંધાન : ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨