Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૪ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૬ છે તો તે ભાષા ઔપમ્પસત્યભાષા નથી; કેમ કે ચન્દ્ર જેવું મુખ છે તેમ કહેવાથી ચન્દ્ર જેવા કલંકિત ડાઘવાળું મુખ છે તેવી ઉપસ્થિતિ થતી નથી માટે તેવા આશયથી કરાયેલો ચન્દ્રમુખી પ્રયોગ અસત્યભાષા કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે ચન્દ્રમાં કલંકિતત્વાદિ ભાવો છે તે ભાવોનો બોધ કરાવવા અર્થે કોઈ કહે કે આ સ્ત્રી ચન્દ્રમુખી છે તો તે ભાષા દુષ્ટ કેમ છે ? તેથી કહે છે – ચન્દ્રમુખી ઇત્યાદિમાં દેશની ઉપમા માટે સંભવી એવા પ્રસન્નત્વ આદિ ધર્મોવાળી બોલાયેલી ભાષા દુષ્ટ નથી, અન્ય દેશથી બોલાયેલી ભાષામાં દુષ્ટપણું છે. અહીં પ્રશ્ન થાય કે ઔપચ્ચસત્યભાષામાં દેશના કયા ધર્મનું ગ્રહણ ન કરવું તેનો નિર્ણય કઈ રીતે થાય ? તેથી કહે છે – સમભિવ્યાણરવિશેષથી ઔપમ્યભાષામાં કયા દેશાદિનું ગ્રહણ થાય અને કયા દેશાદિનું ગ્રહણ ન થાય ? તેનો નિર્ણય થાય છે. ત્યાં અત્યંત વિલક્ષણ એવા ધર્મોથી ઉપમાન-ઉપમેયભાવ થતો નથી પરંતુ અસાધારણધર્મઘટિતત્વથી જ ઉપમાની પ્રવૃત્તિ છે, તેથી ચન્દ્રમાં જે અસાધારણ ધર્મો લોકમાં પ્રતીત છે તેવા ધર્મો જેના મુખમાં દેખાય તે સ્ત્રીને આશ્રયીને આ સ્ત્રી ચન્દ્રમુખી છે તેવો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે પ્રયોગ ઉપમાસત્યભાષા બને. અહીં શંકા કરે છે કે વ્યતિરેકઅલંકાર આદિનાં વચનો ક્યાં અંતર્ભાવ પામે ? અર્થાત્ પ્રસ્તુત ઉપમાસત્યમાં અંતર્ભાવ પામતાં દેખાતાં નથી અને અન્ય ભાષામાં તેનો અંતર્ભાવ દેખાતો નથી તેથી ઉપમા સત્યભાષાની જેમ વ્યતિરેકઅલંકાર આદિનાં વચનો પણ નવી સત્યભાષા તરીકે સ્વીકારવાં જોઈએ અને શાસ્ત્રમાં તો દશ પ્રકારની જ સત્યભાષા છે તેથી વ્યતિરેકઅલંકાર આદિ વચનોના અંતર્ભાવવિષયક પૂર્વપક્ષી શંકા કરે છે - વળી જો વ્યતિરેકઅલંકાર આદિ વચનોને વ્યવહારસત્યભાષા કહેવામાં આવે તો ઉપમાસત્યભાષાનો પણ વ્યવહારસત્યભાષામાં અંતર્ભાવ થઈ શકે માટે સત્યભાષાના દશ ભેદો સંગત થાય નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – વ્યતિરેકઅલંકાર આદિ વચનોના ભેદોનું ઉપમા સત્યભાષામાં જ અંતર્ભાવ છે અથવા ઉપમા સત્યભાષા વ્યતિરેકઅલંકાર આદિ વચનોનું ઉપલક્ષણ છે એ પ્રકારે બેમાંથી કોઈક એક વચન સ્વીકારીને શાસ્ત્રસંમત દશ પ્રકારની જ સત્યભાષા સ્વીકારવી જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય છે જેમ ઉપમા સત્યભાષા અન્વયધર્મથી ઉપમેય વસ્તુનો બોધ કરાવે છે તેમ વ્યતિરેકઅલંકારાદિ વચનો પણ વ્યતિરેક ધર્મોથી ઉપમેય વસ્તુનો બોધ કરાવે છે, માટે ઔપચ્ચસત્યભાષાના ભેદોમાં જ તેનો અંતર્ભાવ કરવો જોઈએ. ગાથા-૩૫માં વર્ણન કરાયેલા પમ્પસત્યભાષાના ભેદોમાં સાક્ષાત્ તેનો અંતર્ભાવ જણાતો નથી તેથી વ્યતિરેકઅલંકારાદિ ભાષાના નવા ભેદોની પ્રાપ્તિ થાય તે ઇષ્ટ ન જણાય તો ઉપમા સત્યભાષાના ઉપલક્ષણથી જ વ્યતિરેકઅલંકારના વચનોનું ગ્રહણ કરવું જોઈએ, તેથી

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232