Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 223
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૬ ननु व्यतिरेकालङ्कारादिवचनानां क्वान्तर्भावः ? यदि व्यवहारसत्यादौ, उपमाया अपि कथं न तत्र स इति चेत् ? न, एतद्भेदस्य तत्र प्रवेशाद्, उपमाया एव व्यतिरेकाद्युपलक्षणत्वाद्वेति दिग् ।।રૂદ્દ।। ઉન્હોપમ્યસત્યા ।૨૦। ૨૦૨ ટીકાર્થ ઃ खल्विति વિમ્ ।। ગાથામાં ‘ઘતુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. આ ભેદોમાં=ગાથા-૩૫માં બતાવેલા ભેદોમાં, જે સદ્ઉપમાનથી ઘટિત છે તે ઉપમાસત્યભાષા છે. સદ્ઉપમાનથી ઘટિત એવું વિશેષણ કેમ મૂક્યું ? તેમાં હેતુ કહે છે દોષઘટિત એવી ઉપમાનભાષાના સત્યતાના વારણ માટે આ છે=‘સવુપમાનવૅટિતા’ વિશેષણ છે. આ=સદ્ઉપમાન ઘટિત ભાષા ઉપમાસત્ય છે એ ઉત્સર્ગથી છે. વળી કારણથી=અપવાદિક કારણથી, ઉદાહરણદોષના પ્રતિપાદનમાં પણ=દોષવાળા ઉદાહરણના પ્રતિપાદનમાં પણ, અસત્યત્વ નથી એ પ્રમાણે જાણવું. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે સદુપમા પણ સત્ય નથી; કેમ કે ‘ચન્દ્રમુખી’ ઇત્યાદિ ઔપમ્યસત્યભાષાના વિષયભૂત મુખમાં યાવત્ ચન્દ્રધર્મનો બાધ છે. અને ઉપમાનગત જે કોઈ ધર્મના પુરસ્કારથી ઉપમાની પ્રવૃત્તિ થતી નથી; કેમ કે અત્યંત વિલક્ષણ પણ વસ્તુઓનું પણ અભિધેયત્વ જ્ઞેયત્વ આદિ દ્વારા પરસ્પર ઉપમાનઉપમેયભાવનો પ્રસંગ છે. એથી કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે અસંભવીધર્મો=મુખાદિ ઉપમેયમાં અવૃત્તિ એવા જે ચન્દ્રાદિ ઉપમાનગત કલંકિતત્વ આદિ ધર્મો, તેના ગ્રહણથી દુષ્ટ નથી. કેમ તેના ગ્રહણથી દુષ્ટ નથી ? એથી કહે છે દેશાદિનું ગ્રહણ હોવાથી=ચમુખી ઇત્યાદિમાં દેશ ઉપમા હોતે છતે સંભવી એવા પ્રસન્નત્વ આદિ ધર્મોનું જ ગ્રહણ હોવાથી, દુષ્ટપણું નથી અને અહીં=દેશાદિના ગ્રહણના વિષયમાં સમભિવ્યાહારાદિ વિશેષ આદિ નિયામક છે એ પ્રમાણે જાણવું અને અત્યંત વિલક્ષણ વસ્તુઓનો ઉપમાન-ઉપમેયભાવ નથી; કેમ કે ઉપમાનું અસાધારણધર્મઘટિતપણું છે એ પ્રમાણે જાણવું. ‘નનુ’થી પૂર્વપક્ષી શંકા કરે છે - – વ્યતિરેકઅલંકારાદિ વચનોનો ક્યાં અંતર્ભાવ થશે. જો વ્યવહારસત્યભાષામાં વ્યતિરેકઅલંકારનો અંતર્ભાવ છે તો ઉપમાનો પણ કેમ ત્યાં=વ્યવહારસત્યાદિ ભાષામાં, તે નથી=અંતર્ભાવ નથી. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું. આના ભેદનો=વ્યતિરેકઅલંકાર આદિના ભેદનો, ત્યાં=ઉપમાસત્યભાષામાં, પ્રવેશ છે, અથવા ઉપમાનું જ વ્યતિરેક આદિનું ઉપલક્ષણપણું –

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232