________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૬
૨૦૩ છે=ઉપમાસત્યભાષાના ઉપલક્ષણ તરીકે વ્યતિરેકઅલંકારાદિનું ગ્રહણ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. [૩૬] ભાવાર્થ :ઉપમાનનું ઉપમાસત્યભાષાના લક્ષણના ઘટકપણાથી સાફલ્ય :
ઉપમા સત્યભાષાનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ ગાથા-રૂપમાં ઉપમાનના ભેદો બતાવ્યા, તે સર્વભેદોમાંથી કેટલાક ભેદો દોષઘટિત છે અને કેટલાક ભેદો યથાર્થ વસ્તુના પ્રતિપાદક છે. તેથી ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટતા કરે છે –
પૂર્વમાં બતાવેલા ઉપમાનના ભેદોથી ઘટિત બધી ભાષા ઉપમાન સત્ય નથી પરંતુ જે સઉપમાનથી ઘટિત ભાષા છે તે ઉપમા સત્યભાષા છે, તેથી જે દોષઘટિત ઉદાહરણના ભેદો છે તેનાથી બોલાયેલી ભાષા સત્યભાષા નથી તેમ સામાન્યથી ફલિત થાય અને ઉત્સર્ગ માર્ગથી તેવી ભાષા સાધુ બોલે નહિ; કેમ કે તે ભાષાનો અસત્યમાં જ અંતર્ભાવ થાય. આમ છતાં કોઈક યોગ્ય જીવને યથાર્થ બોધ કરાવવાના પ્રયોજનથી કે શાસનના ઉડ્ડાહના રક્ષણના પ્રયોજનથી કે સન્માર્ગના સ્થાપનના પ્રયોજનથી કોઈક છલ પ્રત્યે છલભાષાનો પણ પ્રયોગ કરાય છે તેમ દોષઘટિત ઉદાહરણ દ્વારા પણ બોલાયેલી ઔપમ્યભાષા સ્વરૂપને આશ્રયીને અસત્ય હોવા છતાં ફળને આશ્રયીને સત્યભાષા જ છે.
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – સદ્ધપમાનવાળી ભાષા પણ સત્યભાષા નથી; કેમ કે ચન્દ્રમુખી ઇત્યાદિમાં ચન્દ્રના સર્વ ધર્મો મુખમાં દેખાતા નથી માટે તે વચનથી ચન્દ્ર જેવું મુખ કહેવાથી વિપરીત બોધ થાય છે. અહીં કોઈ કહે કે ઉપમાગત યત્કિંચિત્ ધર્મના પુરસ્કારથી ઉપમાની પ્રવૃત્તિ છે તેથી ચન્દ્રમુખી એ પ્રકારની ભાષામાં કંઈક ચન્દ્રના ધર્મનો મુખમાં બોધ થાય છે માટે એ ભાષાને સત્યભાષા કહી શકાશે.
ત્યાં પૂર્વપક્ષી કહે છે – ઉપમાગતા કોઈક ધર્મના પુરસ્કારથી ઉપમાની પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો અત્યંત વિલક્ષણ એવા ઘટપટાદિ પદાર્થોમાં અભિધેયત્વ, શેયત્વ આદિ ધર્મોના પુરસ્કારથી પરસ્પર ઉપમાન-ઉપમેયભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય તેથી જ્ઞેયત્વ ધર્મથી પટની ઉપમાથી પટ જેવો ઘટ છે એ ભાષાને પણ સત્ય માનવાનો પ્રસંગ આવશે.
આ પ્રકારના કોઈકની શંકાના નિવારણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
અત્યંત અસંભવી એવા ધર્મના ગ્રહણથી દુષ્ટભાષા ઔપમ્પસત્યભાષા નથી જેમ મુખાદિ ઉપમેયમાં અવૃત્તિ એવા ચન્દ્રાદિ ઉપમાનગત કલંકિતત્વ આદિ ધર્મોના ગ્રહણથી બોલાયેલી દુષ્ટભાષા પમ્પસત્ય નથી. આશય એ છે કે ચન્દ્રમાં કલંકિતત્વાદિ ધર્મો છે તેને સ્મૃતિમાં રાખીને કોઈક કહે કે આનું મુખ ચન્દ્ર જેવું