________________
૨૦૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫, ૩૬
ચરણકરણાનુયોગ આશ્રયી હેતુપુનરુપન્યાસ ઉદાહરણ -
વળી કોઈ શિષ્ય ગુરુને કહે કે સાધુજીવનમાં અતિકષ્ટકારી એવી ભિક્ષાટનાદિ ક્રિયા કેમ કરાય છે ? ત્યાં શિષ્યનો આશય એ છે કે સુખપૂર્વક થાય એવી ક્રિયા કરવી જોઈએ જ્યારે ભિક્ષાટનાદિની ક્રિયા અત્યંત દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં શોક ન થાય તે પ્રકારના ઉપયોગથી સંવલિત ભિક્ષાના દોષોના પરિહારમાં યત્નપૂર્વક અતિકષ્ટસાધ્ય કેમ કરાય છે ? તેને ઉત્તર અપાય છે કે આ પ્રકારે સમભાવના પરિણામના પ્રકર્ષથી ભાવનો પ્રકર્ષ થાય તો નરકાદિમાં ભિક્ષા અટન આદિનાં કષ્ટો કરતાં ઘણાં અધિક કષ્ટો પ્રાપ્ત થવાની સંભાવના હતી તે પ્રાપ્ત થતાં નથી. આ પ્રકારે પ્રશ્ન કરનારના અભિપ્રાયથી પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક સત્ય હેતુનો ઉપન્યાસ હોવાથી પુનરુપન્યાસના ચોથા ભેદરૂપ હેતુનો ઉપન્યાસ પ્રસ્તુત કથનમાં થાય છે અને ભિક્ષા અટનની ક્રિયાના ઉપમાનથી નરકાદિની કષ્ટતારૂપ વેદના નહિ પ્રાપ્ત થાય એવો યથાર્થ બોધ પ્રાપ્ત થાય છે તેથી પમ્પસત્યભાષા છે. દ્રવ્યાનુયોગ આશ્રયી હેતુપુનરુપન્યાસ ઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગના વિષયમાં દ્રવ્યને આશ્રયીને કોઈને શંકા થાય કે આત્મા ચક્ષુથી કેમ દેખાતો નથી ? તે વખતે તેને હેતુના ઉપન્યાસપૂર્વક કહેવામાં આવે કે આત્મા અતીન્દ્રિય છે. તે સ્થાનમાં પણ પ્રશ્ન કરનારનો અભિપ્રાય એ હતો કે જો આત્મા હોય તો ચક્ષુ આદિથી દેખાવો જોઈએ તે અભિપ્રાયથી પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક આત્માના નહિ દેખાવાના હેતુનો ઉપન્યાસ કરેલ હોવાથી પુનરુપન્યાસના હેતુ ઉપન્યાસરૂપ ભેદની પ્રાપ્તિ થાય છે અને જેનાથી આત્માના અતીન્દ્રિયપણાના હેતુ દ્વારા આત્માના અસ્તિત્વનો નિર્ણય થાય છે, તેથી ઔપમ્પસત્યભાષા છે. પ્રસ્તુત ટીકાના સર્વકથનનું નિગમન કરે છે –
ગાથામાં “બહુભેદ” એ પ્રકારનું પદ છે તેને સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વ્યાખ્યાન કર્યું છે. વિસ્તારથી તો વળી ચરિતઉપમાન અને કલ્પિતઉપમાનના અનેક ભેદોના વર્ણનથી થઈ શકે, તોપણ કંઈક બોધ કરાવવા અર્થે સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલ છે. રૂપા અવતરણિકા :
एवं सप्रपञ्चमुपदर्शितमुपमानम् । अथास्योपमासत्याया लक्षणघटकतया साफल्यमाह - અવતરણિકાર્ય -
આ રીતે ગાથા-૩૫માં વર્ણન કર્યું એ રીતે, પ્રપંચ સહિત કંઈક વિસ્તાર સહિત, ઉપમાન બતાવાયું. હવે આનું ઉપમાનનું, ઉપમાસત્યના લક્ષણના ઘટકપણાથી સાફલ્યને કહે છે – ભાવાર્થ :ગાથા-૩૫માં વિસ્તારપૂર્વક ઉપમાન બતાવ્યું. વસ્તુતઃ પ્રસ્તુતમાં ઔપચ્ચસત્યભાષાનું વર્ણન છે અને