Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 220
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ ૧૯૯ ટીકા : हेतुः उपपादकः, तदुपन्यासः हेतूपन्यासः, यथा किं नु यवाः क्रियन्ते? इति प्रश्ने उत्तरम्-येन मुधा न लभ्यन्त इति लोके । चरणकरणानुयोगे तु यदि शिष्येण पृच्छ्यते-किमितीयं भिक्षाटनाद्याऽतिकष्टा क्रिया क्रियत इति ? तदा स वक्तव्यः-'येन न कष्टतरा वेदना वेद्यते नरकादाविति । द्रव्यानुयोगे तु यद्याह कश्चित्-'किमित्यात्मा न चक्षुरादिभिरुपलभ्यते?' स वक्तव्यः 'येनातीन्द्रिय इति', उक्तः सभेद उपन्यासः । तदेवं सुव्याख्यातं समासतो बहुभेदमिति पदम् ।।३५।। ટીકાર્ચ - હેતુ..... વિમ્ I હેતુ વસ્તુનો ઉપપાદક હેતુ, તેનો ઉપન્યાસ=હેતુનો ઉપચાસ, એ હેતુઉપન્યાસ નામનો પુનરુપચાસનો ચોથો ભેદ છે. જે પ્રમાણે કોઈ પ્રશ્ન કરે કે કેમ થવ કરાય છે? તેને ઉત્તર આપે કે ફોગટ પ્રાપ્ત થતા નથી આ પ્રકારે લોકમાં હેતુનો ઉપચાસ કરાય છે. વળી ચરણકરણાનુયોગમાં શિષ્યથી પુછાય છે – કયા કારણથી આ ભિક્ષાટનાદિ અતિકષ્ટવાળી ક્રિયા કરાય છે ?” ત્યારે તે શિષ્ય કહેવો જોઈએ જેનાથી ભિક્ષાટનાદિ કષ્ટક્રિયાથી, નરકાદિમાં કષ્ટતર એવી વેદના પ્રાપ્ત થતી નથી, માટે આવી કષ્ટવાળી ક્રિયા કરાય છે.' વળી દ્રવ્યાનુયોગમાં જો કોઈ કહે “આત્મા કેમ ચક્ષ આદિથી પ્રાપ્ત થતો નથી ?’ તેને કહેવું જોઈએ – ‘જે કારણથી અતીન્દ્રિય છે=આત્મા અતીન્દ્રિય છે.' ભેદ સહિત ઉપન્યાસ કહેવાયો. આ રીતે= પ્રસ્તુત ટીકામાં વર્ણન કર્યું એ રીતે, બહુભેદ' એ પ્રકારનું ગાથામાં રહેલું પદ=બહુભેદપદ, સમાસથી=સંક્ષેપથી, સુવ્યાખ્યાત થયું. પ૩પા ભાવાર્થહેતુપુનરુપન્યાસ ઉદાહરણ : હેતુના ઉપન્યાસપૂર્વક પદાર્થનો બોધ કરાવવામાં આવે ત્યારે હેતુઉપન્યાસરૂપ પુનરુપન્યાસના ચોથા ભેદની પ્રાપ્તિ થાય છે. સત્ય હેતુ દ્વારા યથાર્થ બોધ કરાવેલો હોવાથી તે ઔપમ્પસત્યભાષા બને છે. લૌકિક હેતુપુનરુપન્યાસ ઉદાહરણ : જેમ કોઈ યવ નામના ધાન્યને ખરીદતો હોય અને કોઈ તેને પૂછે કે શું કામ આ ધાન્ય ખરીદે છે ? ત્યારે પોતાના તે ધાન્યની ખરીદી માટે ઉત્તર આપે કે “મફત જવ મળતા નથી માટે હું ખરીદું છું.” આ પ્રકારે હેતુના ઉપન્યાસથી પ્રશ્નકારે જે પ્રકારે પ્રશ્ન કરેલો તેના પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક ઉત્તર કથન કરાયું છે તેથ્ય હેતુ ઉત્સરૂટ સ્ટેટસત્સલ્ફટ બને છે. અહીં પ્રશ્ન કરન્ટરસે અઢસ્ય જવ અરીદી કરસ જોઈએ નહિ એ આશયથી પ્રશ્ન હતો અને તેના કરતાં પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક હેતુનો ઉપન્યાસ છે કે મફત મળતા નથી માટે યત્ન કરું છું.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232