________________
૧૯૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૩૫ નિવારણપૂર્વક માર્ગના સ્થાપન માટે આ પ્રકારે કરાયેલો પ્રયોગ સન્માર્ગની સ્થાપનાનું કારણ બને છે. આવું કોઈ પ્રયોજન ન હોય ત્યારે પ્રતિછલથી ઉપન્યાસ કરીને પોતાની પ્રતિભા બતાવવા માટે કોઈ યત્ન કરે તો તે ઔપમ્પસત્યભાષા બને નહીં પરંતુ મૃષાભાષા જ બને.
વળી તે પ્રતિનિભમાં લૌકિક ઉદાહરણ આપ્યું તેમાં કોઈ શ્રાવકે પરિવ્રાજકને જે કહ્યું તે લોભથી કહેલ ' હોય તો મૃષાવાદ જ બને તોપણ તે પ્રતિનિભ પુનરુપન્યાસનું દૃષ્ટાંત છે. ચરણકરણાનુયોગને આશ્રયી પ્રતિનિભપુનરુપન્યાસ -
વળી ચરણકરણાનુયોગને આશ્રયીને કોઈ એમ કહે કે કોઈ પ્રવૃત્તિમાં હિંસા હોય તે પ્રવૃત્તિ ધર્મરૂપ બને નહિ તેથી ભગવાનની પૂજામાં હિંસા છે તેથી તેમાં અધર્મ જ છે માટે પૂજા કર્તવ્ય બને નહિ. આ પ્રકારે તત્ત્વના વિષયમાં છલપૂર્વક પોતાનો પક્ષ કોઈ વાદી સ્થાપન કરતો હોય તો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ તેને કહે કે કોઈ વ્યક્તિ અણસણ કરે અને તે વખતે ચિત્તનો ઉદ્રક થવાથી પોતાના પરિણામનો ભંગ થવાથી પોતાના આત્માની હિંસા થાય છે માટે તે અધર્મ જ છે માટે અણસણ પણ નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. વસ્તુતઃ તેવું અણસણ અધર્મરૂપ જ છે, છતાં.વાદી છેલમાં નિપુણતાપૂર્વક પૂજામાં હિંસા સ્થાપન કરે છે અને તેને અકર્તવ્ય સ્થાપન કરે છે અને અણસણને હિંસારૂપે સ્વીકારતો નથી અને ધર્મરૂપ સ્વીકારે છે તેને પ્રતિછલથી કહેવામાં આવે કે અણસણમાં હિંસા થાય છે માટે તે અંધર્મરૂપ છે, તેથી અણસણ પણ નહિ કરવાનો પ્રસંગ છે, આ પ્રકારે છલથી તેને પરાજય કરવામાં આવે ત્યારે પ્રતિનિભઉપન્યાસરૂપ ઔપચ્ચસત્યભાષા બને; કેમ કે તેનાથી પૂજા આદિમાં અધર્મની બુદ્ધિનું નિવારણ થાય છે. દ્રવ્યાનુયોગને આશ્રયીને પ્રતિનિભપુનરુપન્યાસ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈક પોતાનું વચન અદુષ્ટ છે એમ માનતો કોઈકની સાથે વાદમાં કહે કે જીવ છે. બોલો મારા વચનમાં કોઈ દોષ છે ? તેવા ગર્વિષ્ઠ કોઈક વાદીને પ્રતિછલથી કહેવું જોઈએ કે જો જીવ છે તો જીવમાં જેમ અસ્તિત્વ છે તેમ ઘટાદિમાં પણ અસ્તિત્વ છે માટે અસ્તિત્વવાળા ઘટાદિ પણ જીવે છે એમ સ્વીકારનો પ્રસંગ આવે. આ સ્થાન જીવદ્રવ્યને આશ્રયીને હોવાથી દ્રવ્યાનુયોગનો વિષય છે. જીવ છે એ પ્રકારે બોલનાર પોતાને યથાર્થભાષીરૂપે સ્થાપન કરવા અર્થે નિપુણતાપૂર્વક છલથી તેવો જ પ્રયોગ કરે છે જેથી તેનું નિરાકરણ પ્રતિવાદી કરી શકે નહિ અને બુદ્ધિમાન પ્રતિવાદી તેના છલવચનને જાણીને છલથી જ તેનો ઉત્તર આપે છે કે જીવમાં રહેલા અસ્તિત્વની જેમ ઘટાદિમાં પણ અસ્તિત્વ છે માટે તારા પ્રયોગ અનુસાર ઘટાદિને પણ જીવ સ્વીકારવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ જીવ છે એમ કહેવાથી ઘટાદિને જીવ માનવાનો પ્રસંગ આવે નહિ પરંતુ છલપૂર્વક વાદીના વચનનો અર્થ કરીને પ્રતિવાદીએ તે પ્રકારે સ્થાપન કરેલ છે તેથી તે વચન મૃષારૂપ હોવા છતાં શાસનપ્રભાવનાના કારણે કોઈ મહાત્મા કરે તો તે ઔપમ્પસત્યભાષા બને, અન્યથા આ પ્રકારે છલ કરવું જોઈએ નહિ તેવો બોધ કરાવવા અર્થે શિષ્યને ગુરુ કહે તો તે ઔપમ્પસત્યભાષા બને. પા.