________________
૧૯૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
ભાવાર્થ - તદન્યવસ્તુ પુનરુપન્યાસઃ
પૂર્વમાં તદ્વસ્તુનો પુનરુપન્યાસ હતો, બીજા ભેદમાં તદન્ય વસ્તુનો પુનરુપન્યાસ છે. તદન્ય વસ્તુપુનરૂપન્યાસમાં વાદીના અભિપ્રાય કરતાં પ્રતિકૂલ અભિપ્રાયપૂર્વક ઉદાહરણ આપવામાં આવે છે. લૌકિક તદન્યવસ્તુ પુનરુપન્યાસ -
જેમ તદ્વસ્તુના પુનરુપન્યાસમાં કાપેટિકનું ઉદાહરણ આપ્યું, ત્યાં શ્રાદ્ધ કાપેટિકે કહેલું કે અડધાં સમુદ્રમાં અને અડધાં જમીન પર પડેલાં ફળોનું શું થાય છે? તેના કરતાં અન્ય વસ્તુનો ઉપન્યાસ કરતાં કોઈ કહે કે તે વૃક્ષ ઉપર જે ફળો છે તેને પાડીને કોઈ ભક્ષણ કરે કે કોઈ ઘરમાં લઈ જાય તેનું શું થાય છે? આ વખતે વાદી જવાબ ન આપી શકે, તેથી તદન્યવસ્તુના ઉપન્યાસ દ્વારા યથાર્થ વસ્તુનું સ્થાપન થાય છે માટે તે ઔપમ્પસત્યભાષા છે. ચરણકરણાનુયોગ આશ્રયી તદન્યવસ્તુ પુનરુપન્યાસ :
વળી તáસ્તુના ઉપન્યાસમાં જે ચરણકરણાનુયોગનું દૃષ્ટાંત આપેલ તે દૃષ્ટાંતમાં પૂર્વપક્ષીને ‘માંસમક્ષને રોષ:' ઇત્યાદિ વચનમાં પ્રાપ્ત જ અર્થમાં આગ્રહ હોય ત્યારે વેદનાં અન્ય વચનોનો ઉપવાસ કરવામાં આવે અને કહેવામાં આવે કે “સર્વ જીવોની હિંસા કરવી જોઈએ નહિ” એ વેદવચનથી માંસભક્ષણાદિમાં દોષની સિદ્ધિ થાય છે, ત્યારે તદન્ય વસ્તુ પુનરુપન્યાસરૂપ ઉદાહરણ ઔપમ્પસત્યભાષા બને છે. દ્રવ્યાનુયોગને આશ્રયી તદન્યવસ્તુ પુનરુપન્યાસઃ
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈ ચાર્વાકદર્શનવાદી કહે કે “શરીરથી જીવ અન્ય નથી.' તેમાં તે યુક્તિ આપે કે “અન્ય જીવ છે અને અન્ય શરીર છે એમ જે લોકો કહે છે તે બન્નેમાં રહેલ અન્ય શબ્દ શરીર અને જીવનો જ વાચક બને છે; કેમ કે શરીરથી અન્ય જીવ છે તેમ કહેવામાં અને જીવથી અન્ય શરીર છે તેમ કહેવામાં અન્ય શબ્દ પરસ્પરનો વાચક બને છે તેથી તે અન્ય શબ્દ એક જ અર્થનો વાચક હોવાથી જીવ અને શરીરના એકત્વનો જ પ્રસંગ છે.” આ પ્રકારે કોઈ કહે તો તેના પ્રતિ તેનાથી અન્ય વસ્તુનો ઉપન્યાસ આ પ્રકારે કરવો જોઈએ –
જે રીતે અન્ય શબ્દને ગ્રહણ કરીને પૂર્વપક્ષી જીવ અને શરીરનું એકત્વ સાધે છે એ રીતે પરમાણુ, ચણુક ઘટ, પટ સર્વ વસ્તુમાં પરસ્પર એકત્વની જ પ્રાપ્તિ થાય; કેમ કે ઘટ કરતાં પટ અન્ય છે અને પટ કરતાં ઘટ અન્ય છે. તે બન્નેમાં રહેલ અન્ય શબ્દ અવિશેષરૂપે રહેલો હોવાથી તે અન્ય શબ્દથી ઘટ-પટનું જ વાચ્યપણું પ્રાપ્ત થતું હોવાને કારણે ઘટ-પટના પણ એકત્વનો પ્રસંગ આવે, માટે જીવ અને શરીરના અન્યત્વનું કથન સુંદર જ છે, તેથી અસંબદ્ધ રીતે કોઈકનો ઉપવાસ હોય ત્યારે તેના પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક તદન્ય વસ્તુનું ઉદાહરણ આપવામાં આવે તો તેનાથી પદાર્થનું યથાર્થ સ્થાપન થાય છે માટે તે ઔપચ્ચસત્યભાષા છે. રા