________________
૧૯૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ મનુસ્મૃતિના તે વચનની સંગતિ કઈ રીતે થઈ શકે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
માંસમક્ષને કોષ:' એ પ્રયોગમાં સંસ્કૃતની મર્યાદા અનુસાર અકારનો લોપ સ્વીકારી શકાય છે, તેથી અકારનો લોપ સ્વીકારીને માંસભક્ષણમાં અદોષ નથી ઇત્યાદિ કથન કરવું જોઈએ. કેમ માંસભક્ષણમાં અદોષ નથી ? તેમાં યુક્તિરૂપે કહેવું જોઈએ કે જે કારણથી જીવોની પ્રવૃત્તિ છે-જે કારણથી માંસ એ જીવોની ઉત્પત્તિનું સ્થાન છે, માટે માંસભક્ષણમાં દોષ છે અથવા પિશાચ જેવા ભૂતોની આ પ્રવૃત્તિ છે=માંસભક્ષણ આદિ પ્રવૃત્તિ છે, વિવેકીઓની નથી. આ પ્રમાણે સમાધાન કરવું; કેમ કે માંસમાં જીવોની ઉત્પત્તિ છે, મદ્યમાં જીવોની ઉત્પત્તિ છે, મૈથુનની ક્રિયામાં પણ સ્ત્રીની યોનિમાં જીવોની ઉત્પત્તિ છે. તે સર્વનો સંહાર માંસભક્ષણાદિ પ્રવૃત્તિથી થાય છે, માટે હિંસાનું કારણ હોવાથી માંસભક્ષણાદિમાં અદોષ નથી. વિવેકી પુરુષો તેવી પ્રવૃત્તિ કરે નહિ જેમાં અન્ય જીવોની હિંસા થાય. દ્રવ્યાનુયોગ આશ્રયી ઉપન્યાસઉદાહરણ:
વળી દ્રવ્યાનુયોગમાં પ્રસ્તુના પુનરુપન્યાસને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ વાદી કહે કે એકાંત નિત્ય જીવ છે; કેમ કે અમૂર્ત છે. તેમાં આકાશનું દૃષ્ટાંત આપે. આ પ્રકારના કોઈકના ઉપન્યાસમાં તેવા પ્રકારના પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક તત્વસ્તુનું ઉદાહરણ આપતાં કોઈ પ્રતિવાદી કહે કે જીવ કર્મની જેમ અમૂર્ત છે માટે અનિત્ય છે. આ રીતે પૂર્વપક્ષીના કરાયેલા અનુમાનમાં નિત્યત્વના વ્યભિચારને બતાવનાર કર્મનું ઉદાહરણ બતાવ્યું. પૂર્વપક્ષીએ જે જીવરૂપ વસ્તુનો ઉપન્યાસ કરેલો તે જીવરૂપ વસ્તુનો જ પૂર્વપક્ષીના અભિપ્રાયથી પ્રતિકૂળ એવા અનિત્યત્વના સાધક કર્મનું ઉદાહરણ બતાવવું. તેથી દ્રવ્યાનુયોગને આશ્રયીને તલસ્તુના પુનરુપન્યાસ નામનું ઉદાહરણ બને છે, પરંતુ કર્મ આકુંચન, પ્રસારણ, ગમનાદિ ક્રિયારૂપ છે, તે અનિત્ય છે, અમૂર્ત નથી. છતાં તે ક્રિયાને અમૂર્ત અને અનિત્ય કહી તે ઉદાહરણ દોષ છે એ પ્રમાણે વૃદ્ધદર્શનવાળા કહે છે જિનદાસગણિ મહત્તર ચૂર્ણિમાં કહે છે, આ ઉદાહરણ દોષવાળું છે એથી વિવેકીએ તેવું ઉદાહરણ કહેવું જોઈએ નહિ. વળી તૈયાયિકના મતે આ ઉદાહરણમાં સાધમ્મસમાજાતિ છે.
આનાથી એ ફલિત થાય કે લૌકિક ઉદાહરણ અને ચરણકરણાનુયોગનું ઉદાહરણ દોષવાળું નથી, તેથી તેવા ઉદાહરણનો- ઉપન્યાસ કરવો ઉચિત ગણાય, પરંતુ દ્રવ્યાનુયોગને આશ્રયીને જે પ્રકારનું વધતુ ઉપન્યાસરૂપ ઉદાહરણ આપ્યું તે ઉદાહરણ એકાંત નિત્યપક્ષનું નિરાકરણ કરનાર હોવાથી ઇષ્ટ હોવા છતાં કર્મના અમૂર્તપણાને જૈન સિદ્ધાન્ત સ્વીકારતો નથી; કેમ કે આકુંચન-પ્રસારણાદિ ક્રિયાઓ પ્રત્યક્ષથી દેખાય છે. તેથી આ પ્રકારનું ઉદાહરણ દોષ સહિત છે માટે વિવેકી પુરુષે તેવું દોષવાળું ઉદાહરણ કહેવું જોઈએ નહિ એમ કહેવું તે ઔપમ્પસત્યભાષા છે. એવા ટીકા -
तदन्यवस्तूपन्यासस्तुल्यवस्त्वन्तराश्रयणेन यथा पूर्वोदाहरण एव - यानि पुनः फलानि पातयित्वा