________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૯૩
ભાવાર્થ :ઉપન્યાસના ભેદો - ઉપન્યાસઉદાહરણ -
કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો ઉપન્યાસ કરે તેવા પ્રકારના તેના વચનથી પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક તે વસ્તુનું ઉદાહરણ આપવામાં આવે=પૂર્વપક્ષીએ જે વસ્તુ કહી હોય તે જ વસ્તુનો ઉપન્યાસ કરવામાં આવે, ત્યારે પુનરુપન્યાસરૂપ તકસ્તુના ભેદની પ્રાપ્તિ થાય છે. લૌકિક ઉપન્યાસઉદાહરણ :
જેમ દૃષ્ટાંતમાં બતાવેલ કાર્પટિકે આશ્ચર્ય બતાવતાં કહ્યું કે સમુદ્રના તટમાં રહેલ મોટી શાખાવાળું વૃક્ષ હતું અને તેમાંથી પડતાં ફળો જે પાણીમાં પડ્યાં તે જલચર થયાં અને જે જમીન પર પડ્યાં તે સ્થલચર થયાં આ પ્રકારનું અસંબદ્ધ કથન સાંભળીને કોઈક શ્રદ્ધાળુ એવા સંન્યાસીએ અર્થાતુ પોતાના દર્શનમાં શ્રદ્ધાળુ હોવાથી આ કથન અસંબદ્ધ છે એવું જાણનાર એવા સંન્યાસીએ તેને પ્રશ્ન કર્યો કે જે અડધાં સમુદ્રમાં અને અડધાં જમીન ઉપર પડ્યાં છે તે ફળનું શું થાય છે ? તેથી તે કાપટિક મન થાય છે. આ કથનમાં તે માયાવી કાટિકને પરાસ્ત કરવા માટે શ્રદ્ધાળુ કાપેટિકે તે માયાવી કાપેટિકના અભિપ્રાયથી પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક તે જ વૃક્ષનું ઉદાહરણ આપ્યું જેથી તદ્ધસ્તુ ઉપન્યાસ દ્વારા અસંબદ્ધ વસ્તુનું નિરાકરણ થાય છે તે લૌકિક તસ્તુના ઉપન્યાસનું દૃષ્ટાંત છે. ચરણકરણાનુયોગ આશ્રયી ઉપન્યાસઉદાહરણ:
વળી ચરણકરણાનુયોગને આશ્રયીને કોઈ મનુસ્મૃતિના વચનને આશ્રયીને સ્થાપન કરે કે માંસભક્ષણાદિમાં દોષ નથી અને તેમાં યુક્તિ આપે કે પ્રવૃત્તિ વગર નિવૃત્તિ થઈ શકે નહિ અને નિવૃત્તિ મહાફળવાળી છે માટે માંસભક્ષણાદિ પ્રવૃત્તિમાં કોઈ દોષ નથી, પરંતુ જેઓ તેની નિવૃત્તિ કરે છે તેઓને મહાફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આચરણાને આશ્રયીને કોઈ ઉપન્યાસ કરે ત્યારે તેને કોઈ પ્રશ્ન કરે કે દુષ્ટ પ્રવૃત્તિનો પરિહાર મહાફળવાળો છે કે અદુષ્ટ પ્રવૃત્તિનો પરિહાર મહાફળવાળો છે ? દુષ્ટ પ્રવૃત્તિની નિવૃત્તિ મહાફળવાળી છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો માંસભક્ષણ આદિમાં દુષ્ટત્વની સિદ્ધિ થાય. અને અદુષ્ટ પ્રવૃત્તિની નિવૃત્તિ મહાફળવાળી છે તેમ કહે તો માંસભક્ષણાદિની નિવૃત્તિ પણ પરિહારાત્મક પ્રવૃત્તિ હોવાથી અદુષ્ટ એવા માંસભક્ષણાદિની પરિહારની નિવૃત્તિ પણ મહાફળવાળી માનવી પડે, તેથી માંસભક્ષણના નિવૃત્તિના પરિવારની પ્રવૃત્તિ જે માંસભક્ષણરૂપ છે તે પણ મહાફળવાળી સિદ્ધ થાય. આ પ્રકારે ચરણકરણાનુયોગમાં પૂર્વપક્ષીએ કરેલ તે જ વસ્તુનો ઉપન્યાસ તથાવિધ પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક કરવામાં આવે ત્યારે તેનાથી સન્માર્ગનું સ્થાપન થાય છે, તેથી તદસ્તુ પુનરુપન્યાસના ભેદની પ્રાપ્તિ થાય છે અને તે રીતે કરાયેલું કથન પમ્પસત્ય બને છે. વળી આ રીતે ઔપમેયસત્ય દ્વારા તદ્ધસ્તુ પુનરુપન્યાસ કરીને માંસભક્ષણમાં દોષાદિની સિદ્ધિ કરી ત્યાં