________________
* ૧૯૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩પ कश्चिद् भक्षयति गृहे नयति वा तानि किं भवन्तीति लोके । चरणकरणानुयोगे तु न मांसभक्षण इत्यादौ यथाश्रुत एव कुग्रहे “न हिंस्यात् सर्वाभूतानि" (छान्दो. उप. अध्या ८) इति वचनान्तरोपन्यासेन परिहारः । द्रव्यानुयोगे तु कश्चिद्वदेत्-यस्य वादिनोऽन्यो जीवोऽन्यच्च शरीरमिति, तस्याऽन्यशब्दस्याऽविशिष्टत्वात्तयोरपि तद्वाच्यतयाऽविशेषादेकत्वप्रसङ्ग इति-तं प्रत्येवं तदन्यवस्तूपन्यासो विधेयः, हन्त! एवं परमाणुढ्यणुकघटपटादीनामेकत्वप्रसङ्गः, अन्यशब्दवाच्यत्वाऽविशेषात्, तस्माज्जीवशरीरयोरन्यत्वाभिधानं शोभनमेवेति ।२। ટીકાર્ય :
તીવÇપન્યાસ: .... શોમનમેવેતિ ા૨ા તદવ્યવસ્તુ ઉપચાસ તુલ્યવસ્તુના અનાશ્રયણ દ્વારા જે રીતે પૂર્વનું જ ઉદાહરણ તદવ્યવસ્તુ ઉપચાસ છે. જે વળી ફળોને પાડીને કોઈક ભક્ષણ કરે છે અથવા ઘરે લઈ જાય છે તે શું થાય છે ? એ પ્રકારે લોકમાં કાપેટિકને કોઈ કહે તે તદવ્યવસ્તુ ઉપચાસરૂપ છે. - વળી ચરણકરણાનુયોગમાં “ન માંસભક્ષણે દોષ” ઈત્યાદિ મનુસ્મૃતિના વચનમાં જે પ્રમાણે સંભળાય છે=જે પ્રમાણે શબ્દોથી અર્થ પ્રાપ્ત થાય છે, એ પ્રકારના અર્થમાં જ શિષ્યનો ફુગ્રહ હોતે છતે સર્વ જીવોની હિંસા કરવી જોઈએ નહિ એ પ્રકારના વચનાતરના ઉપચાસથી પરિહાર કરવો જોઈએ=શિષ્યના કુગ્રહનો પરિહાર કરવો જોઈએ.
વળી દ્રવ્યાનુયોગમાં કોઈક કહે નાસ્તિકવાદી કોઈક શરીરથી ભિન્ન જીવને નહિ સ્વીકારનાર કહે, જે વાદીના મતે અન્ય જીવ છે અને અન્ય શરીર છે એથી તેના વચનમાં અન્ય શબ્દનું અવિશિષ્ટપણું હોવાથી=અન્ય જીવ અને અન્ય શરીર એ બન્નેમાં અન્ય શબ્દનું અવિશિષ્ટપણું હોવાથી, તે બેનું પણ જીવ અને શરીર તે બેનું પણ, તદ્વાચ્યપણું હોવાથી અન્ય શબ્દ વાચ્યપણું હોવાથી, અવિશેષ હોવાને કારણે જીવ અને શરીર બન્નેમાં રહેલા અન્ય શબ્દથી વાચ્ય જીવની અને શરીરની સમાનપણે પ્રાતિ હોવાને કારણે, એકત્વનો પ્રસંગ છે જીવ અને શરીર બન્નેના એકત્વનો પ્રસંગ છે.
ત્તિ' શબ્દ નાસ્તિકતા કથનની સમાપ્તિ માટે છે. તેના પ્રત્યે આ પ્રમાણે તદવ્યવસ્તુનો ઉપચાસ કરવો જોઈએ. આ રીતે પરમાણુ, ત્યણુક, ઘટ, પટાદિના એકત્વનો પ્રસંગ છે; કેમ કે અન્ય શબ્દ વાચ્યત્વનો અવિશેષ છે–પરમાણુથી અન્ય યણુક છે અને ત્યણુકથી અવ્ય પરમાણુ છે ઈત્યાદિ કથનમાં અન્ય શબ્દના વાચ્યત્વનું પરમાણુ, ત્યણુક આદિમાં અવિશેષ છે તે કારણથી પરમાણુ, દ્યણુક આદિ અન્ય શબ્દ વાચ્ય અવિશેષ હોવા છતાં એક નથી તે કારણથી, જીવ શરીરના અન્યત્વનું અભિધાન શોભન જ છે.
ત્તિ' શબ્દ પુનરુપચાસના કથનની સમાપ્તિ માટે છે. રા.