________________
૧૮૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
તેથી દ્રવ્યશૌચથી રહિત એવા તેઓ ધર્મના સાધક થઈ શકે નહિ. આ પ્રકારે કહેવા પાછળનો ઉપદેશકનો આશય એ હોઈ શકે કે “ગૃહસ્થ પોતાના ગૃહસ્થધર્મનું અવશ્ય પાલન કરવું જોઈએ. દ્રવ્યશૌચ રહિત એવા તેઓ ભગવાનની ભક્તિના આરાધક કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ.” આમ બતાવીને તેમને સ્વભૂમિકા અનુસાર દ્રવ્યશૌચમાં પ્રેરણા કરવી આ પ્રકારના મુગ્ધ આશયથી કોઈ સાધુ કોઈ ગૃહસ્થને કહે તો જૈનસાધુ લૌકિક ધર્મને સેવનારા નથી અને દ્રવ્યશૌચથી રહિત છે તેથી પોતે જ ધર્મના આરાધક નથી તેમ સિદ્ધ થાય. આ પ્રકારે વિચાર્યા વગર બોલનાર પુરુષ પોતાનો જ ઉપન્યાસ કરીને ધર્મનો લાઘવ કરે છે, માટે સુસાધુએ શ્રાવકોને દ્રવ્યશૌચપૂર્વક ભગવાનની ભક્તિ આદિનો ઉપદેશ આપવો હોય ત્યારે પોતાના ઉપન્યાસ થાય તે પ્રકારે કથન કરવું જોઈએ નહિ અને તે પ્રકારે બોધ કરાવવા અર્થે કોઈ સાધુ ઉપદેશ આપે તો તે ભાષા આત્મોપન્યાસ એવા દુષ્ટ ઉદાહરણથી યથાર્થ બોધ કરાવનાર હોવાથી પમ્યસત્યભાષા છે. દ્રવ્યાનુયોગ આશ્રયી આત્મોપન્યાસ તદ્દોષઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને આ પ્રમાણે કહેવું જોઈએ નહિ આમ બતાવીને પમ્પસત્યભાષાનો પ્રયોગ કોઈ મહાત્મા કરે ત્યારે આત્મોપન્યાસ કઈ રીતે થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
એકેંદ્રિયની સિદ્ધિ કરવા અર્થે કોઈ મહાત્મા કહે કે એકંદ્રિય જીવો છે. તેમાં હેતુ કહે કે વ્યક્ત ઉચ્છવાસ આદિ લિંગપણું છે. તે વખતે હેતુ સ્પષ્ટ એકેંદ્રિયમાં નહિ હોવા છતાં એકંદ્રિય અને પોતાનો અભંદ કરીને પોતાનામાં વ્યક્ત દેખાતા ઉચ્છવાસ આદિ લિંગના બળથી એકેંદ્રિયો પોતાના જેવા જીવો છે તેમ બતાવે અને જીવ–ન એકેંદ્રિયનું ગ્રહણ કરેલ હોવાથી અન્વયી દૃષ્ટાંત મળે નહિ, તેથી વ્યતિરેક દૃષ્ટાંત આપે કે ઘડામાં વ્યક્ત ઉચ્છવાસ આદિ લિંગ નથી માટે ઘડામાં જીવ નથી અને એકંદ્રિયાદિમાં તે પ્રકારે=ઘટાદિમાં જેમ વ્યક્ત ઉચ્છવાસ આદિ લિંગનો અભાવ છે તે પ્રકારે, વ્યક્ત ઉચ્છવાસાદિ લિંગનો અભાવ નથી તેમ કહીને પોતાના જેવા જીવો જ એકેંદ્રિય છે તેમ કોઈ શિષ્યની બુદ્ધિમાં સ્થિર કરવા કોઈ સાધુ યત્ન કરે અને બોધ કરાવે કે જેવા આપણે જીવસ્વરૂપ છીએ તેવા જ એકેંદ્રિયાદિ અવસ્વરૂપ છે આ પ્રકારના અનુમાનમાં જીવોમાં વ્યક્ત ઉચ્છવાસ આદિ સ્પષ્ટ નહિ દેખાતા છતાં પોતાના તુલ્યરૂપે એકેંદ્રિયને ગ્રહણ કરીને અનુમાન કરેલ હોવાથી પોતાની પણ એકંદ્રિયની સાથે તુલ્યરૂપતાની પ્રાપ્તિ હોવાથી આત્મોપન્યાસદોષની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે પોતાનો એકેંદ્રિય સાથે અભેદ કરીને હેતુ મૂકવાથી ઉદાહરણદોષતાની પ્રાપ્તિ છે; કેમ કે આત્માના ઉપઘાતનું જનક આ ઉદાહરણ છે અર્થાત્ એકેંદ્રિયતુલ્ય પોતે છે એ પ્રકારે ઉદાહરણ છે. ઉપઘાતનું જનક કેમ છે ? એમાં હેતુ કહે છે –
અસાધારણપણું છે=એકેંદ્રિય કરતાં પોતાનામાં વ્યક્ત ઉચ્છવાસ આદિરૂપ અસાધારણપણું છે, છતાં એકેંદ્રિય સાથે પોતાનો અભેદ કરીને હેતુ તરીકે પોતાનું જ ઉદાહરણ આપેલ છે જે પોતાને જ એકંદ્રિયપણાની પ્રાપ્તિનું જનક આ ઉદાહરણ છે. આ પ્રમાણે બતાવીને કોઈ ઉપદેશક કહે કે કોઈ શિષ્યને એકંદ્રિયમાં જીવત્વ સાધવા માટે આવા દોષવાળું ઉદાહરણ આપવું જોઈએ નહિ તે પમ્પસત્યભાષા છે. 3. તદોષ ઉપમાનના ચોથા ભેદ દુરુપની તને બતાવે છે –