Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 207
________________ ૧૮૬ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫ કરવામાં આવે ત્યારે તે પ્રેરણાની પ્રવૃત્તિ સ્યાદ્વાદની સિદ્ધિ કરનાર નહિ હોવાથી દુષ્ટ છે અને પ્રતિવાદીને પ્રતિકૂળ છે તે દૃષ્ટાંત દ્વારા કોઈ વિવેચક યોગ્ય શ્રોતાને સમજાવે કે પ્રતિવાદીને કોઈ લાભ થાય તેમ ન હોય ત્યારે અન્યતર નથી કથન કરીને તેને ચિત્તમાં ક્લેશ કરાવવાથી કોઈ ફળની પ્રાપ્તિ થાય નહિ માટે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, આમ છતાં પ્રતિવાદીને લાભ થાય તેમ હોય તો તે પ્રતિલોમ વચન પણ દુષ્ટ નથી એ પ્રકારનો બોધ કરાવવા અર્થે દ્રવ્યાનુયોગને આશ્રયીને તદ્દોષ પ્રતિલોમભાષા ઔપમ્પસત્યભાષા છે. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈ દુર્વાદી દ્વિરાશિ આદિ સ્થાપન કરે – જેમ જીવ, અજીવ બે રાશિ છે. તે વખતે જિનશાસનને સંમત એવી પણ દ્વિરાશિનું તે વાદીના નિરસન માટે ત્રિરાશિ આદિનું સ્થાપન કરવામાં આવે ત્યારે તે સ્થાપનની ક્રિયા દુર્વાદીને પ્રતિકૂળ હોવાથી પ્રતિલોમ છે અને ત્રિરાશિનું સ્થાપન વિરુદ્ધ ભાષણરૂપ હોવાથી દુષ્ટ છે. આમ છતાં તે ભાષા દુષ્ટ છે તેવો બોધ કરાવવા અર્થે કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને કહે તો તે ભાષા ઔપમ્પસત્ય છે જેના દ્વારા શ્રોતાને જ્ઞાન થાય કે કોઈને પીડા થાય તેવા વચનનું સ્થાપન ઉચિત નથી અને જિનવચનથી વિરુદ્ધ વચન દ્વારા દુર્વાદીને પરાસ્ત કરવો ઉચિત નથી, છતાં કોઈ વિશેષ લાભ જણાય જેનાથી ઘણા જીવોના હિતની પ્રાપ્તિ થતી હોય, ત્યારે તદ્દોષરૂપ પ્રતિલોમનું ઉદાહરણ બતાવીને તે વખતે તેવી પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેવો શ્રોતાને બોધ થાય તો તે પમ્પસત્યભાષા છે. રા તદ્દોષ ઉપમાનના ત્રીજા ભેદ આત્મોપન્યાસને બતાવે છે – ટીકાઃ__ आत्मोपन्यासश्चायं यत्राऽनुपन्यसनीय आत्मैवोपन्यस्यते तत्र च लोके तटाकभेदे पिङ्गलस्थपतिरुदाहरणम्, अन्यत्राऽपि चरणकरणानुयोगे नैवं ब्रूयात्, यदुत - "लोइयधम्मातो वि हु जे पब्भट्ठा नराधमा तेउ । દ વસોયરદિયા, થમ્પસારદ હતિ !” ત્તિ () द्रव्यानुयोगेऽपि नैवं प्रयुञ्जीत-एकेन्द्रिया जीवा व्यक्तोच्छ्वासादिलिङ्गत्वात्, व्यतिरेके घटवदिति, अत्र च (सद्भावः) न च तथैतेष्वसद्भावस्तस्माज्जीवा एवैत इति, आत्मनोऽपि तद्रूपापत्त्याऽऽत्मोप-न्यासत्वम्, उदाहरणदोषता चात्मोपघातजनकत्वेन, तच्चासाधारण्यादित्यवसीयते રૂા ટીકાર્ચ - સાત્મિોપાસક્યાયં .. તડ્યા સાથરથાદિત્યવસીયતે રૂા અને આત્મ ઉપચાસ આ છે જેમાં અનુપચાસનીય એવો આત્મા જ ઉપચાસ કરાય છે અને ત્યાં આત્મોપચાસરૂપ ભેદમાં, તળાવતો ભેદ થયે છતે પિંગલસ્થપતિ લોકમાં ઉદાહરણ છે. અન્યત્ર પણ=લોકોત્તરમાં પણ, ચરણકરણાનુયોગ વિષયક આ પ્રમાણે કહેવું જોઈએ નહિ. અને તે “કુતરથી સ્પષ્ટ કરે છે –

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232