________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
ભાવાર્થ
પ્રતિલોમ તદ્દોષઉદાહરણ :
દોષવાળું ઉદાહરણ એ દુષ્ટ ઉદાહરણ કહેવાય, તેમાં પ્રતિલોમરૂપ બીજો ભેદ છે. કોઈકને પ્રતિકૂળ થાય તેવું વર્તન જેમાં હોય તેવું દૃષ્ટાંત આપવામાં આવે તે દોષવાળું પ્રતિલોમ ઉદાહરણ છે. તેવા દૃષ્ટાંતથી કોઈકને બોધ કરાવવા માટે કહેવામાં આવે કે આ પ્રકારે પ્રતિકૂળ વર્તન કરવું ઉચિત નથી, છતાં તેવા પ્રકારના લાભાલાભમાં અપવાદથી પ્રતિકૂળ વર્તન કરીને પણ કોઈનું હિત થતું હોય તો તે દોષરૂપ નથી તેવો બોધ કરાવવા અર્થે તદ્દોષરૂપ પ્રતિલોમ દૃષ્ટાંત દ્વારા કોઈને સત્ય બોધ કરાવવામાં આવે ત્યારે તે ભાષા ઔપમ્યસત્ય બને છે.
:
૧૮૫
લૌકિક પ્રતિલોમ તદ્દોષઉદાહરણ :
જેમ લોકમાં અભયકુમારનું દૃષ્ટાંત આપવામાં આવે કે અભયકુમારને વેશ્યાના કપટ દ્વારા ચંડપ્રદ્યોત હરણ કરેલ ત્યારે ચંડપ્રદ્યોતને અભયકુમારે કુશલ બુદ્ધિપૂર્વક હરણ કરેલ જે દૃષ્ટાંત ચંડપ્રદ્યોત સાથે અભયકુમારનું પ્રતિકૂલ વર્તન સ્વરૂપ છે અને તે ઉદાહરણ કોકની સાથે પ્રતિકૂલ વર્તનરૂપ હોવાથી દુષ્ટ છે. આવા ઉદાહરણ દ્વારા કોઈકને માર્ગાનુસારી બોધ કરાવવા અર્થે દૃષ્ટાંત આપવામાં આવે કે સામાન્યથી કોઈનીય સાથે પ્રતિકૂલ વર્તન કરાય નહિ છતાં કોઈકના હિતાર્થે અભયકુમારની જેમ પ્રતિકૂલ વર્તન કરવામાં આવે તો તે દોષ દોષરૂપ નથી તેવા બોધના પ્રયોજનથી તદ્દોષ પ્રતિલોમભાષા ઔપમ્યસત્યભાષા બને છે.
ચરણકરણાનુયોગ આશ્રયી પ્રતિલોમ તદ્દોષઉદાહરણ :
વળી ચરણકરણાનુયોગને આશ્રયીને કોઈ મહાત્મા યોગ્ય જીવને બોધ કરાવવા અર્થે કહે કે ભવથી ભય પામેલા જીવોએ કોઈકને પીડા થાય તેવું પ્રતિકૂળ કાંઈ કરવું જોઈએ નહિ છતાં અવિનીત શિષ્યોને માર્ગ ઉપર લાવવાના પ્રયોજનથી યતનાપૂર્વક યથોચિત કરવું જોઈએ, જેથી તેઓનું હિત થાય, આથી જ જેઓ અત્યંત અવિનીત છે, જેઓને માર્ગની પ્રાપ્તિનો સંભવ નથી તેઓના માટે કરાતા યત્નથી ગુરુ અને શિષ્ય ઉભયને કર્મબંધની પ્રાપ્તિ થાય છે, પરંતુ કેટલાક અવિનીત જીવોને પણ વિવેકપૂર્વકની ઉચિત પ્રવૃત્તિ દ્વારા માર્ગમાં લાવી શકાય છે. તેઓને આશ્રયીને પ્રથમ ભૂમિકામાં તેઓને પ્રતિકૂળ હોય તેવું પણ કંઈક કરવામાં આવે તે દોષરૂપ નથી તેવો બોધ કરાવવા અર્થે તદ્દોષ પ્રતિલોમ દૃષ્ટાંતથી ઉપદેશક કહે તો તેનાથી યોગ્ય જીવને બોધ થાય છે કે મારે કોઈની સાથે પ્રતિકૂળ વર્તન કરવું જોઈએ નહિ. ફક્ત સ્વજનાદિ કે શિષ્યાદિ કોઈ હોય અને તેઓ માર્ગસ્થ થાય તેમ હોય તો યતનાપૂર્વક પ્રતિલોમ પ્રવૃત્તિ કરવી ઉચિત છે અને તેવો બોધ કરાવવા અર્થે કોઈ મહાત્મા તદ્દોષ પ્રતિલોમ દૃષ્ટાંત કહે તો તે ઔપમ્યસત્યભાષા બને.
દ્રવ્યાનુયોગ આશ્રયી પ્રતિલોમ તદ્દોષઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈની સાથે વાદ ક૨વાના પ્રસંગે હોય અને કોઈ પ્રતિવાદી દ્રવ્યાર્થિક નયને એકાંતે માનનાર હોય ત્યારે પર્યાયાર્થિકનયની યુક્તિ તેને પ્રતિકૂળ છે તે નયની દૃષ્ટિથી તેને પ્રેરણા