________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૮૩ અહીં દ્રવ્યાનુયોગને આશ્રયીને કરાયેલા કથનમાં, દોષપણું સર્વથા છે અથવા સ્વરૂપથી છે; કેમ કે અધર્મયુક્તપણું છે એ પ્રમાણે જાણવું. ના ભાવાર્થ - તદ્દોષઉપમાનના ચાર ભેદો -
તદ્દોષવાળું દૃષ્ટાંત લઈને ઔપમ્યસત્યભાષા ત્યારે બને કે આ પ્રકારે દૃષ્ટાંતમાં બતાવ્યું તેવું અનુચિત કૃત્ય કરવું જોઈએ નહિ, એ પ્રકારનો કોઈને સમ્યફ બોધ કરાવવા અર્થે દુષ્ટ ઉદાહરણ આપવામાં આવે. તદ્દોષરૂપ દુષ્ટ ઉદાહરણના ચાર ભેદો છે : (૧) અધર્મયુક્ત ઉદાહરણ, (૨) પ્રતિલોમ ઉદાહરણ, (૩) આત્મ ઉપન્યાસ ઉદાહરણ અને (૪) દુરુપનીત ઉદાહરણ. લૌકિક અધર્મયુક્ત તદ્દોષ ઉદાહરણ -
લોકમાં અધર્મયુક્ત એવા લોકવિષયક નલદામકુવિંદનું દૃષ્ટાંત આપવામાં આવે કે જેમ પોતાના પુત્રને કોઈ મકોડો કરડે છે ત્યારે તે મકોડો ક્યાંથી આવ્યો છે તેની શોધ કરીને તે ખાડામાં ઉષ્ણ જળ નાંખીને સર્વ મકોડાને મારી નાંખનાર નલદામકુવિંદ અત્યંત ક્રૂર હતો. તેવું અત્યંત ક્રૂરકર્મ કરનાર થવું જોઈએ નહિ એવા બોધ કરાવવા અર્થે કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને તે દૃષ્ટાંત દ્વારા તેના જીવનમાં ક્રૂરતાનું કારણ હોય તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો બોધ થાય તે રીતે નલદામકુવિંદનું ઉદાહરણ આપે તો તદ્દોષરૂપ ઔપમ્પસત્યભાષા તે મહત્માની કહેવાય, ચરણકરણાનુયોગ આશ્રયી અધર્મયુક્ત તદ્દોષ ઉદાહરણ:
વળી જેમ લોકમાં નલદામકુવિંદનું દૃષ્ટાંત ગ્રહણ કરીને ઔપમ્પસત્યભાષા દ્વારા અધર્મયુક્ત પ્રવૃત્તિના વર્જનનો ઉપદેશ અપાય છે તેમ ચરણકરણાનુયોગને આશ્રયીને કોઈ મહાત્મા એ પ્રકારે અધર્મયુક્ત પ્રવૃત્તિ કરતા હોય તેનું દૃષ્ટાંત બતાવીને આવું અધર્મયુક્ત બોલવું જોઈએ નહિ એ પ્રકારે ચરણકરણાનુયોગને આશ્રયીને કહેવામાં આવે તે તદ્દોષ ઔપચ્ચસત્યભાષા છે. દ્રવ્યાનુયોગ આશ્રયી અધર્મયુક્ત તદ્દોષ ઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈ કહે કે વાદમાં રૂપવિદ્યાના બલથી પ્રવચનની પ્રભાવના અર્થે સાવદ્ય પણ કરવું જોઈએ. જેમ રોહગુપ્ત મયૂરી, નકુલી વગેરે વિદ્યાથી પોટ્ટશાલ પરિવ્રાજકને વિલક્ષણ કર્યો. આ વચન કોઈ કહે તો તે વચનમાં સર્વથા દોષપણું છે; કેમ કે શાસનપ્રભાવનાના નામે સાવદ્ય પ્રવૃત્તિનું વિધાન કરે છે તેમ બતાવીને કોઈ યોગ્ય ઉપદેશક આવા પ્રકારનું વિધાન કરવું સાધુને ઉચિત નથી એવો બોધ કરાવવા અર્થે એ પ્રકારના કોઈના કથનનું દૃષ્ટાંત આપીને કહે તો તે ઔપમ્પસત્યભાષા છે.
વળી કોઈક સાધુ શાસનની પ્રભાવના માટે વાદ કરવો અતિ આવશ્યક જણાય અથવા તેવા વાદી સાથે વાદની ઉપેક્ષા કરી શકાય તેમ નથી ત્યારે જ અપવાદથી તેવા વાદોનો સ્વીકાર કરે; કેમ કે અન્યથા સુસાધુને ધર્મની પ્રાપ્તિનું કારણ બને તેવા વાદથી અન્ય વાદ કરવાનો શાસનમાં નિષેધ છે. આવા સંયોગથી