________________
૧૮૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ કોઈક યોગ્ય જીવ આત્માને માનતો ન હોય અને સાક્ષાત્ તેને કહેવાથી સાંભળે તેમ ન હોય છતાં તે સાંભળે તે રીતે અન્યને કહેવામાં આવે કે “જેઓ આત્માને માનતા નથી તેઓની સર્વ આચરણા નિષ્ફળ છે; કેમ કે આત્માને નહિ માનનારા જીવો કોઈક જીવોના હિતાર્થે દાનાદિ ક્રિયા કરતા હોય તોપણ તે નિષ્ફળ છે.
કેમ ? એથી કહે છે – આત્મા જ ન હોય તો તે ક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થાય ?' આ રીતે જેને કહેવામાં આવતું હોય તે પ્રશ્ન કરે કે દાનાદિ ક્રિયા વિફળ ભલે હોય તો શું વાંધો ? ત્યારે કહેવામાં આવે દાનાદિ ક્રિયા વિફળ સ્વીકારી શકાય નહિ; કેમ કે જગતમાં જીવોનું જે વૈચિત્ર્ય દેખાય છે તે વૈચિત્ર્ય પૂર્વભવમાં કરાયેલી સુંદર ક્રિયા અને અસુંદર ક્રિયાના સ્વીકાર વગર સંગત થાય નહિ ઇત્યાદિ કથન ત્યાં સુધી કરવામાં આવે જેના દ્વારા જે નાસ્તિકને સમ્યગુ બોધ કરાવવાનું પ્રયોજન છે તે સિદ્ધ થાય તે રીતે ઉપદેશક આત્માને માનનાર કોઈ યોગ્ય જીવને નિશ્રા કરીને જે કાંઈ કથન કરે તેના દ્વારા આત્માને નહિ માનનાર જીવને માર્ગનો બોધ થાય તે પ્રકારે દ્રવ્યાનુયોગને આશ્રયીને જે કાંઈ કથન કરવામાં આવે તે નિશ્રાવચનરૂપ ઔપમ્પસત્યભાષા છે અને તે ઉદાહરણનો એકદેશ આત્માનાં અસ્તિત્વનો બોધ છે તેથી ઉદાહરણના દેશરૂપ તદ્દેશ પમ્પસત્યભાષા છે અર્થાત્ ઉપમા દ્વારા આત્માના અસ્તિત્વનું સત્ય પ્રતિપાદન થાય છે. તદ્શરૂપ ઉદાહરણ દેશના ચાર ભેદો સહિત ઔપમ્પસત્યભાષા કહેવાઈ. જા શાં.
ઔપમ્પસત્યભાષાના ત્રીજા ભેદરૂપ તદ્દોષના ભેદો બતાવતાં કહે છે - ટીકા -
तद्दोषश्च बहुव्रीह्याश्रयणाद् दुष्टमुदाहरणम् । तच्चतुर्द्धा, अधर्मयुक्तप्रतिलोमात्मोपन्यासदुरुपनीतभेदात्, तत्राऽधर्मयुक्ते लोके नलदामकुविन्द उदाहरणं लोके, लोकोत्तरेऽपि चरणकरणानुयोगमधिकृत्य तथाविधं निदर्शनमवधार्य नाधर्मयुक्तं भणितव्यम् । द्रव्यानुयोगमधिकृत्य च वादे रूपविद्याबलेन प्रवचनार्थं सावद्यमपि कुर्यात्, यथा मयूरीनकुलीप्रभृतिविद्याभिः स परिव्राजको विलक्षीकृत इति, दोषत्वं चाऽत्र सर्वथा स्वरूपतो वाऽधर्मयुक्तत्वादिति ध्येयम् ।१। ટીકાર્ય :
તોપગ્ન .. અને તદ્દોષ બહુવીહિ સમાસનું આશ્રયણ હોવાથી દુષ્ટ ઉદાહરણ છે. અર્થાત્ ઉદાહરણનો દોષ છે જેમાં એવું ઉદાહરણ તે તદ્દોષ ઉદાહરણ છે. તે ચાર પ્રકારનું છે – (૧) અધર્મયુક્ત (૨) પ્રતિલોમ, (૩) આત્મોપવ્યાસ અને (૪) દુરુપતીતના ભેદથી ચાર પ્રકારનો છે. ત્યાંતોષવા ચારભેદમાં, અધર્મયુક્ત લોકના વિષયમાં તબદામવિંદનું લોકમાં=લોકિક ઉદાહરણ છે. લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગને આશ્રયીને તેવા પ્રકારના દષ્ટાંતનો નિર્ણય કરીને અધર્મયુક્ત કહેવું જોઈએ નહિ અને દ્રવ્યાનુયોગને આશ્રયીને વાદમાં રૂપવિદ્યાના બલથી પ્રવચન માટે સાવધ પણ કરવું જોઈએ જે પ્રમાણે મયૂરી, નકુલી વગેરે વિવાથી તે પરિવ્રાજક વિલક્ષણ કરાયો. અને