________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪, ૩૫
૧૬૩
વળી ચરિતઉપમાનમાં કહ્યું કે બ્રહ્મદત્ત ચક્રવર્તી મહાઆરંભને કારણે નરકમાં ગયા તે કથન તે શબ્દોથી જ આદરણીય છે અને તે ઉપમાનના વચન દ્વારા યોગ્ય જીવને મહાઆરંભથી નિવૃત્તિનો પરિણામ થાય છે તે અપેક્ષાએ પણ ચરિતઉપમાન આદરણીય છે.
કલ્પિતઉપમાન સ્વતઃ આદરણીય નથી તેમાં દૃષ્ટાંત આપે છે –
કોઈક શાસ્ત્રમાં ક્યાંક કહ્યું છે કે ઓદનની પાચન ક્રિયા માટે ઇંધણ=બળતણ આદરણીય છે પરંતુ પાચનનું પ્રયોજન ન હોય ત્યારે બળતણનું કોઈ પ્રયોજન નથી તેમ ચરિતઉપમાન દ્વારા પણ યોગ્ય જીવને વૈરાગ્ય નિષ્પન્ન કરવાનું પ્રયોજન હોય ત્યારે કલ્પિતઉપમાન આદરણીય છે પરંતુ પાંડુપત્રો કિસલયને ઉપદેશ આપે છે તેવો બોધ કરાવવા અર્થે કલ્પિતઉપમાન આદરણીય નથી.
વળી કલ્પિતઉપમાન સ્વતઃ આદરણીય નથી પરંતુ વૈરાગ્યની નિષ્પત્તિના પ્રયોજનથી આદરણીય છે તે બતાવવા માટે યુક્તિ આપે છે –
જેમ કલ્પિતઉપમાન વૈરાગ્યના પ્રયોજનથી આદરણીય છે એ જ દિશાથી અનુમાનના પ્રયોગમાં પણ યથાકથંચિતું ખરવિષાણ આદિ દૃષ્ટાંતની પ્રયોજનતા છે એ પ્રકારે બહુશ્રુતવાળા પુરુષોએ પરિભાવન કરવું જોઈએ.
આશય એ છે કે જેમ પાંડપત્રો બોલતાં નથી તેની જેમ ખરવિષાણ પણ જગતમાં અસ્તિત્વ ધરાવતું નથી છતાં યોગ્ય શ્રોતાને સંસારના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવવા અર્થે પાંડુપત્રોનો ઉલ્લાપ નહિ હોવા છતાં જાણે પાંડુપત્રો પોતાની જીર્ણ અવસ્થા દ્વારા એ પ્રકારે કહેતાં ન હોય ? એવા કથનથી યોગ્ય જીવને પ્રત્યક્ષ દેખાતા પાંડુપત્રની સ્થિતિના બળથી તીવ્ર સંવેગ થાય છે તેથી તે પ્રયોગ સપ્રયોજન છે, તેમ અનુમાન પ્રયોગમાં પણ કોઈકસ્થાને ખરવિષાણ આદિના દૃષ્ટાંતથી યથાર્થ બોધ થતો હોય તે અપેક્ષાએ અસતું એવા પણ ખરવિષાણનું દૃષ્ટાંત સપ્રયોજન બને છે, પરંતુ સર્વપ્રકારે ખરવિષાણનું દૃષ્ટાંત સપ્રયોજન નથી તેથી યથાકથંચિત્ સપ્રયોજનવાળું છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. ૩૪ અવતરણિકા -
तदप्येकैकं चतुर्विधमित्याह - અવતરણિતાર્થ :
તે પણ=ગાથા-૩૪માં કહ્યું કે ઉપમાન સામાન્યથી બે પ્રકારનું છે તે પણ ઉપમાન, એકેક કલ્પિત અને ચરિત બન્નેમાંથી પ્રત્યેક, ચાર પ્રકારનું છે એને ગાથામાં કહે છે –
ગાથા :
आहरणे तद्देसे तद्दोसे तह पुणो उवन्नासे । एक्केक्कं तं चउहा णेयं सुत्ताउ बहुभेयं ।।३५।।