________________
૧૭૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫
(૩) કાળઉપાયઉદાહરણ :
વળી કાળ જાણવાનો ઉપાય લૌકિક નાડિકાદિ છે અર્થાત્ કાળને જાણવા માટેનું ઘટિકા યન્ત્ર ઉપાય છે અને લોકોત્તર ઉપાય સૂત્ર પરાવર્તનાદિ છે. તેના દૃષ્ટાંત દ્વારા મહાત્મા કહે કે સૂત્ર પોરિસી આદિ કાળમાનનો નિર્ણય સૂત્રપરાવર્તનાદિથી થાય છે તેમ ઉચિતકાળનો ઉપાય જાણીને હિત સાધવા માટે ઉદ્યમ કરવો જોઈએ તે પ્રકારનો મહાત્માનો વચનપ્રયોગ કાળઉપાયરૂપ આહરણના ઉપમાન દ્વારા કહેવાયેલો હોવાથી ઔપમ્પસત્યભાષારૂપ છે. (૪) ભાવઉપાયઉદાહરણ:
વળી ભાવઉપાયમાં જેમ અભયકુમારે કથાનકના પ્રબંધથી ચોરનો નિર્ણય કર્યો તેમ વિવેકસંપન્ન ઉપદેશક ઉચિત કથા આદિના પ્રબંધ દ્વારા શ્રોતાની યોગ્યતાનો નિર્ણય કરવો જોઈએ તેમ કહે તે વચન ભાવઉપાયરૂપ આહરણના ઉપમાન દ્વારા કહેલું હોવાથી ઔપમ્યસત્યભાષારૂપ છે અને આ લૌકિક અર્થ આક્ષિપ્ત વસ્તુને આશ્રયીને અથવા ચારિત્રના આચારને આશ્રયીને પમ્પસત્યભાષા કહેવાય; કેમ કે તેના દ્વારા ઉચિત આચરણા કરવાનો ઉપદેશ અપાય છે. દ્રવ્યાનુયોગ આશ્રયી ઉપાયઉદાહરણ :
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈને તત્ત્વનો બોધ કરાવવો હોય ત્યારે કોઈ આત્માને સ્વીકારતો ન હોય ત્યારે દૃષ્ટાંત આપવામાં આવે કે પ્રત્યક્ષથી સંસારી જીવો કોઈક વસ્તુનું ગ્રહણ અને કોઈક વસ્તુનો ત્યાગ કરતા દેખાય છે, તે ગ્રહણ અને ત્યાગ બુદ્ધિપૂર્વકની ક્રિયા છે તેથી તે અનુભવથી જ આત્માના અસ્તિત્વનો નિર્ણય થાય છે આ પ્રકારનું દૃષ્ટાંત આપીને તેના દ્વારા આત્માના સ્થાપનનો ઉપદેશ આપવામાં આવે તે દ્રવ્યાનુયોગને આશ્રયીને ઉપાયરૂપ આહરણના ઉપમાન દ્વારા આત્માના અસ્તિત્વનું સ્થાપન કરેલું હોવાથી ઔપમ્પસત્યભાષા છે. શિ.
સ્થાપનાઆહરણઉપમાનના ભેદોને બતાવે છે – ટીકા :
स्थापना च दोषाच्छादनेनाभीष्टार्थप्ररूपणा, तत्र लोके हिगुशिवप्रवर्तकस्य निदर्शनम्, लोकोत्तरे च प्रमादवशाद् गच्छस्खलितस्य छादनेन कयाचित्कल्पनया प्रवचनं प्रभावयत इति चरणकरणानुयोगं लोकं चाधिकृत्य । द्रव्यानुयोगमधिकृत्य तु नयभेदमतापेक्षया दुष्टहेत्वभिधानेऽपि तथाविधाभिप्रायेण तत्समर्थनं द्रष्टव्यम् ।। ટીકાર્ય :
સ્થાપના .....વ્યારા અને દોષના આચ્છાદનથી અભીષ્ટ અર્થતી પ્રરૂપણા સ્થાપના છે પોતાને અભિમત અર્થનું સ્થાપન કરવારૂપ પ્રરૂપણા છે. તેમાં સ્થાપવામાં, હિંગુશિવના પ્રવર્તકનું દગંત