________________
૧૭૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-રૂપ એવા શિષ્યને પણ, સૂત્રોક્તદિશાથી વારણ કરતા ધર્માચાર્યનું દગંત છે. અને આ પૂર્વમાં બતાવ્યું એ, દષ્ટાંત લોકને આશ્રયીને અને ચરણકરણાનુયોગને આશ્રયીને છે. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને જો નાસ્તિક કહે – “ભાવો જ નથી, વળી આત્મા અત્યંત નથી”.
તિ' શબ્દ નાસ્તિકના કથનની સમાપ્તિ માટે છે. ત્યારે તેને આ રીતે નિવારવો જોઈએ – “શું આ તારું વચન છે અથવા નથી ? આવપક્ષમાં=વચન છે એ પક્ષમાં, પ્રતિજ્ઞાની હાનિ છે=ભાવો જ નથી એ રૂપ પ્રતિજ્ઞાની હાનિ છે, અને બીજા પક્ષમાં=વચન નથી એ પક્ષમાં, નિષેધક એવા વચનનું જ અસત્વ હોતે છતે=ભાવો નથી ઈત્યાદિ નિષેધક જ વચનનું અસત્વ હોતે છતે, શું કોના વડે નિષેધનીય છે ?=નિષેધક વચન વગર કયા નિષેધ્યનો નિષેધ કરાય છે, આત્મા નથી એનો કઈ રીતે નિષેધ કરાય ? અર્થાત્ વચન વગર નિષેધ થાય નહિ, વળી આત્મા નથી એ પ્રકારનો પ્રતિષેધક ધ્વનિ શબ્દ છે અને શબ્દ વિવક્ષાપૂર્વક બોલાય છે એથી અજીવ ઉદ્દભવ નથી શબ્દ અજીવથી ઉત્પન્ન થયેલો નથી, આથી પ્રતિષેધ ધ્વનિથી જ=આત્મા નથી એ પ્રકારના પ્રતિષેધક વચનથી જ, આત્મા સિદ્ધ છે'. સા.
આ રીતે ભેદસહિત ઉદાહરણ બતાવાયું. ||૧|| ભાવાર્થ :પ્રત્યુત્પન્નવિન્યાસઉદાહરણ :
તે વખતે ઉપસ્થિત થયેલ અનિષ્ટના નિવારણ માટે ઔપમ્પસત્યભાષા બોલાય એ પ્રત્યુત્પવિન્યાસરૂપ ઔપમ્પસત્યભાષા છે. (૧) લૌકિક પ્રત્યુત્પન્નવિન્યાસઉદાહરણ - - જેમ લૌકિક દૃષ્ટાંતથી તે વણિકે પોતાના સ્ત્રી-પરિજનના રક્ષણ માટે મિત્રની સૂચનાથી ઉચિત પ્રયત્ન કરીને ઉપસ્થિત અનિષ્ટનો નિરાસ કર્યો, તેમ કોઈ જીવથી પ્રમાદવશ કોઈક અનુચિત પ્રવૃત્તિ થઈ હોય અને તેનાથી ઉપસ્થિત અનિષ્ટની પ્રાપ્તિ હોય ત્યારે નિપુણતાપૂર્વક તેનો નિરાસ કરે તો અનર્થથી પોતાનું રક્ષણ થાય છે, આથી જ કોઈક યોગ્ય જીવથી પણ ક્યારેક ઉત્સુત્ર આદિ ભાષણ થયેલું હોય તો તેના તે વચનથી જગતમાં ઉન્માર્ગ ન ફેલાય તે માટે ઉચિત ઉપાય કરીને તે જીવ તેનો નિરાસ કરે તો તે અનર્થથી પોતાનું રક્ષણ થાય છે. આવા પ્રસંગે યોગ્ય જીવને બોધ કરાવવા માટે મહાત્મા વણિકનું ઉદાહરણ બતાવે જેનાથી તે યોગ્ય શિષ્યને તે ઉપસ્થિત થયેલા અનિષ્ટનો નિરાસ કરવા માટે ઉચિત બોધ થાય અને સંવેગપૂર્વક તે રીતે પ્રવૃત્તિ કરીને આત્માના હિતને સાધે તેવો બોધ કરાવવા અર્થે ક્યારેક લૌકિક ઉદાહરણ ઉપયોગી જણાય તો મહાત્મા વણિકના દૃષ્ટાંતથી તેને ઉપસ્થિત અનિષ્ટના નિરાસનો બોધ પમ્પસત્યથી કરાવે છે. (૨) લોકોત્તર પ્રત્યુત્પન્નવિન્યાસઉદાહરણ :વળી કોઈક જીવને લોકોત્તર દૃષ્ટાંતથી ઉપકાર થાય તેમ જણાય ત્યારે કહે કે ભગવાનના શાસનમાં