________________
૧૭૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
કોઈક શિષ્યને શંકા થયેલી અને ધર્માચાર્યે સૂત્રોક્તદિશાથી તેની શંકાનું નિવારણ કર્યું. જેમ સિદ્ધર્ષિગણિને બૌદ્ધમત તત્ત્વરૂપ જણાવાથી ભગવાનના શાસનમાં શંકાશીલ બન્યા ત્યારે શિષ્યની યોગ્યતા અને તે વખતના સંયોગને ખ્યાલમાં રાખીને ગુરુએ લલિતવિસ્તરાગ્રંથ તેમને આપ્યો અને પોતે કોઈક પ્રસંગે બહાર ગયા. લલિતવિસ્તરામાં કહેલ ‘સવ્વભ્રૂણં સવ્વદરિસીણં' તે પદોનો સૂત્રોક્તદિશાથી સિદ્ધર્ષિગણિને યથાર્થ બોધ થવાને કારણે તે વખતે ઉપસ્થિત અનિષ્ટનું નિવારણ થયું. તેમ વિવેકસંપન્ન સાધુએ કે શ્રાવકે કોઈક નિમિત્તથી ત્યારે અનિષ્ટ ઉપસ્થિત થયેલું હોય અને તેના નિવારણ માટે ઉચિત બોધ કરાવવા માટે મહાત્મા પ્રત્યુત્પન્નવિન્યાસરૂપ ઔપમ્યસત્યથી તેને બોધ કરાવે તો સુખપૂર્વક તત્ત્વને ગ્રહણ કરીને તે સાધુ કે શ્રાવક પોતાના અહિતથી રક્ષણ કરી શકે છે. આ કથન લૌકિક દૃષ્ટાંત અને ચરણકરણાનુયોગને આશ્રયીને યોગમાર્ગની પ્રવૃત્તિમાં ઉપસ્થિત અનિષ્ટનું નિવારણ કરાવીને ધર્મમાર્ગમાં દૃઢ પ્રવૃત્તિ કરાવવા અર્થે મહાત્માઓ કરે છે.
દ્રવ્યાનુયોગને આશ્રયી પ્રત્યુત્પન્નવિન્યાસઉદાહરણ
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈ નાસ્તિક શૂન્યવાદનું સ્થાપન કરે અને કહે કે સ્વપ્નમાં દેખાતા ભાવો જેમ વાસ્તવિક નથી તેમ જગતમાં દેખાતા ભાવો વાસ્તવિક નથી. જગતમાં કોઈ ભાવો વિદ્યમાન ન હોય તો આત્મા પણ નથી તેમ સિદ્ધ થાય માટે ૫૨લોકના અર્થે ઉપદેશ આદિની પ્રવૃત્તિ લોકને ઠગવાની ક્રિયા જ છે. તે વખતે ઉપસ્થિત નાસ્તિકવાદના નિરાસ માટે કોઈ યુક્તિથી આત્માની સિદ્ધિ કરે. આ ઔપમ્યસત્યનું ઉદાહરણ બતાવીને શાસ્ત્રના પદાર્થો અસંબદ્ધ રીતે કોઈ સ્થાપન કરતા હોય તેનાથી કોઈ શિષ્યને અનિષ્ટ ઉપસ્થિત થાય તેમ હોય ત્યારે તે ઉપસ્થિત અનિષ્ટના નિરાસ માટે યથાર્થ બોધ કરાવવાના પ્રયોજનથી દ્રવ્યાનુયોગને આશ્રયીને નાસ્તિકના મતના નિરાસનું કથન મહાત્મા કરે જે ઉપમા દ્વારા તે શિષ્યને પણ તે વખતે ઉપસ્થિત અનિષ્ટના નિરાસના ઉપાયનો બોધ થાય જેથી તે શિષ્યને સંવેગનું સ્વૈર્ય થાય. ૪] ॥૧॥ ઔપમ્યસત્યના બીજા ભેદરૂપ તદેશના પ્રભેદો બતાવતાં કહે છે
:
ટીકા ઃ
तद्देशश्च निगमनोपयोगिदेशघटितो दृष्टान्तः, स चतुर्द्धा १ अनुशास्तिः, २ उपालम्भ:, ३ पृच्छा, ४ निश्रावचनं चेति । तत्र सद्गुणोत्त्कीर्तनेनोपबृंहणमनुशास्तिः, अत्र च सुभद्राकथानकं वक्तव्यम्, तत्राऽपि तस्याः शीलगुणदृढत्वपरीक्षोत्तरं लोकप्रशंसा, एकदेशस्यैव प्रकृतोपसंहारोपयोगित्वादुदाहरणैकदेशता, एवं भरतकथानकेनाऽपि एकदेशेन वैयावृत्त्यगुणोपसंहाराद् गुरोः शिष्याप्रमादोपबृंहणमुचितम्, इदमपि लौकिकं चरणकरणानुयोगं चाधिकृत्योक्तम्, द्रव्यानुयोगमधिकृत्य पुनरात्मास्तित्ववादिनः तन्त्रान्तरीयान् प्रति वक्तव्यम्, यदुत साध्वेतद् यदात्मास्तीत्यभ्युपगतं, किन्त्वकर्ताऽयं न भवति ज्ञानादीनां कृतिसामानाधिकरणनियमादित्यादि, उदाहरणदेशता त्वस्याऽऽत्मनः कर्तृत्वदेशसाधन एव निदर्शनाभिधानादित्यवधेयम् ॥१।