________________
૧૭૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫
સુભદ્રાની પૂર્વમાં જે નિંદા થયેલી તે પણ શીલગુણના દઢત્વની પરીક્ષા પછી પ્રશંસાનું કારણ બની, તેમ જ મહાત્માઓ પોતાની શક્તિ અનુસાર પોતે સ્વીકારેલા સંયમના આચારોમાં દઢ યત્ન કરે છે તેઓને તેનાથી ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ કોટીના પુણ્યને કારણે ભાવાત્તરમાં તો ઘણાં સુખ મળશે પરંતુ આ મહાત્મા છે, ઉત્તમપુરુષ છે ઇત્યાદિ લોકપ્રશંસા પણ પ્રાપ્ત થશે; કેમ કે સમ્યગ્ રીતે સેવાયેલાં વ્રતથી જન્માન્તરમાં મહાત્મા જેવી ઉત્તમ પ્રકૃતિઓ મળે છે, જેનાથી સર્વત્ર લોકમાં તેની પ્રશંસા થશે. આ રીતે પ્રકૃતિ દૃષ્ટાંતના ઉપસંહાર વચન દ્વારા તેના એક દેશનું કથન કરવાથી યોગ્ય અનુશાસન શિષ્યને પ્રાપ્ત થાય છે. અહીં દૃષ્ટાંત એક દેશથી હોવાને કારણે તે વચન તદ્દેશઘટિત પમ્પસત્ય બને છે. લોકોત્તર અનુશારિતદેશ -
વળી જેમ લૌકિક દૃષ્ટાંતથી યોગ્ય જીવને અનુશાસન અપાય છે તેમ ભરતમહારાજાના પૂર્વભવના વૈયાવચ્ચના પ્રસંગના કથન દ્વારા દૃષ્ટાંત અપાય છે. જેનાથી યોગ્ય શિષ્યને બોધ થાય છે કે ભારત મહારાજાએ સુસાધુઓની વૈયાવચ્ચ કરીને ચક્રવર્તીનું કારણ બને તેવા પ્રકારનું અને અંતે મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે તેવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કર્યું. આ કથનમાં પણ ભારતમહારાજાના દૃષ્ટાંતના નિગમનમાં ઉપયોગી એવા વૈયાવચ્ચરૂપ એક દેશથી ઉપસંહાર કરવામાં આવે ત્યારે યોગ્ય શિષ્યને પણ ગુણવાન સાધુઓના ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થાય તેવા સંવેગપૂર્વક વૈયાવચ્ચ કરવાનો ઉલ્લાસ થાય છે તેથી તે પ્રકારની ગુરુની અનુશાસ્તિ તદ્દેશઘટિત પમ્પસત્ય છે. દ્રવ્યાનુયોગ આશ્રયી અનુશાસ્તિતદેશ -
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈ મહાત્મા કોઈ અન્યદર્શનવાદીને કહે કે તમે આત્માને સ્વીકારો છો તે સુંદર છે, પરંતુ આત્માને અકર્તા સ્વીકારો છો તે સંગત થતું નથી; કેમ કે જ્ઞાન આદિ ગુણો જીવના પ્રયત્નથી પ્રગટ થતા દેખાય છે, પરંતુ જીવના પ્રયત્ન વગર જ્ઞાન પ્રગટ થતું દેખાતું નથી. કષાયો જીવના પ્રયત્ન વગર થતા નથી માટે સંસારી જીવોમાં દેખાતો જ્ઞાનનો પરિણામ અને કષાયનો પરિણામ જીવના પ્રયત્નની સાથે સમાન અધિકરણવાળો છે. આ રીતે પરદર્શનવાળાને યોગ્ય અનુશાસન આપવા માટે કથન કરવામાં આવે તે તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ અનુશાસ્તિરૂપ છે. તેમાં તદ્દેશતા એ છે કે આત્માનો તેઓ સ્વીકાર કરે છે તેની ઉપબૃહણા કરીને તેના અન્ય દેશનો, જે તેઓ સ્વીકાર કરતા નથી તે દેશનો, યુક્તિ અને અનુભવ અનુસાર પદાર્થ બતાવીને પોતાના કથનનું નિગમન કરે છે. નિગમનને ઉપયોગી એવા દેશ ઘટિત અનુશાસ્તિનું આવું વચન છે તેનાથી યોગ્ય જીવને સન્માર્ગરૂપ ફળની પ્રાપ્તિ થાય છે માટે તેવું કથન ઔપમ્પસત્ય છે. [૧]
તદેશ ઉપમાનના બીજા ભેદરૂપ ઉપાલંભને કહે છે – ટીકા -
उपालम्भः दोषनिदर्शनम्, तत्र मृगावतीदेव्युदाहरणम्, एवं प्रमाद्यन् शिष्योऽप्युपालब्धव्य इति चरणकरणानुयोगमधिकृत्य, द्रव्यानुयोगमधिकृत्य तु बहुधा नास्तिकवादप्रकटनलम्पटस्य