________________
૧૭૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫ चार्वाकस्याऽऽत्मनास्तित्वकथायामेवं वक्तव्यम्, यदुतात्माऽभावे 'अस्त्यास्मा' इति वितर्कः, 'नास्त्यात्मा' इति कुविज्ञानं च नोपपद्येत धर्यभावे धर्मस्यैवाऽसम्भवादित्यादि, उदाहरणदेशता चास्य परलोकादिप्रतिषेधवादिनो नास्तिकस्य जीवसद्भावसाधनाद् भावनीया ।२। ટીકાર્ય :
પાનમ:. ભાવનીયા રા ઉપાલંભ એટલે દોષનું નિદર્શન=દોષનું દષ્ણત. ત્યાં મૃગાવતીદેવી ઉદાહરણ છે. એ રીતે પ્રમાદ કરતા શિષ્યોને પણ ઉપાલંભ આપવો જોઈએ એ ચરણકરણાનુયોગને આશ્રયી છે. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને ઘણા પ્રકારે નાસ્તિકવાદના પ્રકટતમાં લંપટ એવા ચાર્વાકને આત્માના નાસ્તિત્વના કથનમાં આ પ્રમાણે કહેવું જોઈએ.
શું કહેવું જોઈએ ? એ “ચતુતથી બતાવે છે – આત્માના અભાવમાં, ‘આત્મા છે' એ વિતર્ક અને “આત્મા નથી' એ કુત્સિત જ્ઞાન ઉપપન્ન થતાં નથી=સંગત થતાં નથી; કેમ કે ધર્મીના અભાવમાં ધર્મનો પણ અસંભવ છે=આત્મારૂપ ધર્મીના અભાવમાં ‘આત્મા છે' એ વિતર્ક અને આત્મા નથી' એ કુત્સિતજ્ઞાન એ રૂપ ધર્મનો જ અસંભવ છે, ઈત્યાદિ.
અને આની દ્રવ્યાનુયોગને આશ્રયીને જે કથન કર્યું એની, ઉદાહરણદેશતા પરલોક આદિના પ્રતિષેધવાદી એવા તાતિકને જીવતા સદ્ભાવના સાધનથી ભાવિત કરવી. રા. ભાવાર્થ :ઉપાલંભતદેશ :
તદેશ અનુશાસ્તિરૂપ પમ્પસત્યમાં જેમ ગુણોની પ્રશંસા કરીને શિષ્યને તે કૃત્ય સમ્યફ કરવા માટે અનુશાસન અપાય છે જેથી સમ્યક રૂપે શીલાદિને સેવીને શીલાદિના ઉત્તમ ફળને પ્રાપ્ત કરે, તેમ તદ્દેશ ઉપાલંભરૂપ ભેદથી કોઈ શિષ્ય પ્રમાદ કરતા હોય ત્યારે તેમાં દોષનું દૃષ્ટાંત આપવામાં આવે છે જેથી યોગ્ય જીવને પ્રમાદના પરિવારપૂર્વક અપ્રમાદનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે. ચરણકરણાનુયોગ આશ્રયી ઉપાલંભતદેશ -
તેમાં મહાત્મા મૃગાવતીદેવીનું ઉદાહરણ બતાવે છે – જેમ મૃગાવતી સાધ્વીને ગુરુણી એવા ચંદનબાળા મહારાજે ઉપાલંભ આપ્યો કે તારા જેવી કુલીન સાધ્વીને આ કરવું ઉચિત નથી. તે દૃષ્ટાંત આપીને કોઈ ગુરુ પ્રમાદ કરતા શિષ્યને ઉપાલંભ આપે કે જેમ ચંદનબાળા સાધ્વીજીએ આપેલા ઉપાલંભના બળથી સદ્વર્યને કારણે મૃગાવતી સાધ્વીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેમ યોગ્ય શિષ્યને પણ તે દૃષ્ટાંતના બળથી ગુરુ ઉપાલંભ આપે તો તે શિષ્યનું સર્વીર્ય ઉલ્લસિત થાય છે. આ પ્રમાણે કહ્યા વગર એમ ને એમ તેની ક્ષતિ બતાવે તો અસહિષ્ણુ આદિ સ્વભાવને કારણે શિષ્યને સંવેગ થાય નહિ. મૃગાવતી સાધ્વીના દૃષ્ટાંતના